યુજવેન્દ્ર અને તનિષ્કા ઘણી વાર એકસાથે સ્પોટ થઈ ચૂક્યાં છે

તાજેતરમાં યજુવેન્દ્ર ચહલ અને તનિષ્ક ડેટિંગ કરી રહ્યા છે અને બંને લગ્ન કરવાના છે તેવી વાતો બહાર આવ્યા બાદ યુજવેન્દ્રે તનિષ્કા સાથે લગ્નના સમાચારોને અફવા ગણાવી છે . યુજવેન્દ્રની સગાઈ અને લગ્નની વાતોની જાણકારી જ્યારે તેના પિતાને થઈ તો તેના પરિવારે આ પ્રકારની વાતોને નજરઅંદાજ કરવાની સલાહ આપી હતી

એક ઇન્ટરવ્યૂમાં યુજવેન્દ્રે તનિષ્કા સાથે લગ્નના સવાલ પર કહ્યું કે, હું સંપૂર્ણપણે ક્રિકેટ સાથે એન્ગેજ છું. અત્યારે ક્રિકેટ જ મારો એકમાત્ર પ્રેમ છે. આ સમાચાર માત્ર અફવા છે. હું અને તનિષ્કા માત્ર સારા મિત્રો છીએ અને હું હાલ લગ્ન કરવા માગતો નથી. હું માત્ર ૨૭ વર્ષનો છું.

જ્યારે યુજવેન્દ્રને સવાલ કરવામાં આવ્યો કે, લગ્નની વાતો વિશે પરિવારે કેવી પ્રતિક્રિયા આપી હતી, તો તેના જવાબમાં તેણે કહ્યું કે, જ્યારે મેં સાંભળ્યું કે આ પ્રકારની વાતો થઈ રહી છે તો મેં મારા પિતા સાથે વાત કરી હતી. મેં તેમને કહ્યું કે, તે મારી ફ્રેન્ડ છે. મેં આ બધાને ઇગ્નોર કરવાની વાત કહી હતી. લોકો પાસે આટલો બધો સમય છે તે જોઈને હસવું આવે છે. હું આ બધી વાતોથી દૂર છું.આમ તો યુજવેન્દ્ર અને તનિષ્કા ઘણી વાર એકસાથે સ્પોટ થઈ ચૂક્યાં છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજાને ખાસ પ્રકારનાં રિએક્શન્સ પણ આપે છે અને ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.