વૃદ્ધાનો મૃતદેહ સ્વીકાર્યા બાદ સ્મશાનમાં ખ્યાલ આવ્યો કે તે ડેડ બોડી પરિવારના માજીની નથી
પોતાની બેદરકારીના પાપનું પોટલું સ્મશાન તંત્ર પર ઠાલવતા સિવિલના કર્મચારીઓ: લાકડામાં અંતિમવિધિ ન કરતા હોવાનું રટણ
સ્મશાનમાં લાકડાથી અંતિમવિધિ શરૂ, બહોળી સંખ્યામાં અંતિમવિધિ માટે આવતા મૃતદેહના કારણે સ્મશાનમાં લાંબી કતારો
સિવિલ હોસ્પિટલમાં કોરોનાની મહામરીમાં કોવિડમાં મૃતદેહ સોંપતા વિભાગની એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક દર્દીના મૃત્યુ બાદ તેની અંતિમવિધિ પુરી થયા બાદ પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાંથી ડેડ બોડી લઈ જવા માટે કોલ આવતા પરિવારજનો પણ મૂંઝાયા હતા. તો અન્ય એક બનાવમાં પણ મૃતદેહને લઇ સ્મશાને પહોંચેલા પરિવારજનોએ ફેસ જોતા ખ્યાલ આવ્યો કે તે ડેડ બોડી તેમના સભ્યની ન હતી.તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની બેદરકારીના પાપનું પોટલું સ્મશાન તંત્ર પર ઠાલવવાનો પ્રયાસ કર્યો હતો. સિવિલ કર્મીઓએ સ્મશાનમાં લાબું વેઇટિંગ હોવાનું અને લાકડામાં અંતિમવિધિ ન થતી હોવાનું રટણ રટ્યું હતું. જ્યારે સ્મશાનમાં કોવિડ દર્દીઓ સિવાયના મૃતદેહને લાકડામાં અંતિમવિધિ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં વધી રહેલા કોરોનાની મહામરીમાં લોકોમાં ભારે ભય પ્રસરી રહ્યો છે . તો બીજી તરફ કોવિડમાં મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહમાં સોંપવામાં પણ થતા આટાઘૂંટાના કારણે પરિવારજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આ બેદરકારી શુ કામના ભારણના કારણે વધી રહી છે કે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપતા કર્મચારીઓને કામ કરવામાં ધ્યાન નથી તેવા સવાલો લોકોના મનમાં થઈ રહ્યા છે.
હોસ્પિટલ કર્મચારી અને રાજીબેન વરૂના પુત્ર વચ્ચે થયેલી વાતચીત
કર્મચારી : તમારા સગા જોડે વાત કરો
રાજીબેન : બેટા રજની મને તેડી જાઓ નથી રહેવું
રજનીભાઈ : બધું સારું છે ને, હવે રજા જ લઈએ છીએ
કર્મચારી : હા વાત થઈને
રજનીભાઈ : અમારે રજા લઈ લેવી છે સર
કર્મચારી : થોડીવાર મૌન
રજનીભાઈ : અરે યાર આવડી મોટી ભૂલ થાય
કર્મચારી : બે રાજીબેન હતા એટલે
રજનીભાઈ : અરે બે હોય કે 10 હોય અટક તો વાંચવાની ખબર પડે કે નહીં, તમે ભણેલા છો અભણ થોડા છો, કોઇની જિંદગી સાથે ખિલવાડ થોડી થાય
કર્મચારી : અરે સોરી થોડી ગડબડ થઈ ગઈ
રજનીભાઈ : અરે કોઇને છરી મારીને પછી સોરી કહીએ તો ચાલે ? આ તમે 302 કરી
કર્મચારી : તમારા દર્દી સ્ટેબલ છે ચિંતા ન કરો
રજનીભાઈ : અમારે રજા જ લેવી છે. તમારી એક વાત પર મેં પરિવાર ભેગો કરી દીધો આ નાની વાત થોડી છે, રમત છે કઈ ? તમે ડોક્ટર છો વિચારો તો ખરા
કર્મચારી : અરેરેરે
રજનીભાઈ : શું અરે અરે કરો છો હું એમ કહી દઉં કે તમારા મધર ગુજરી ગયા તો સહન થશે ?
કર્મચારી : અરે ન ચાલે તમારી વાત સાચી પણ તે ભાઈ મુંબઈનો છે એટલે..
રજનીભાઈ : તો પણ વાંચતા તો આવડે કે નહિ, આવી નોકરી શું કામ કરો છો
કર્મચારી : અરે ભાઈ
રજનીભાઈ : શું અરે ભાઈ નથી સાંભળવું
હોસ્પિટલના કર્મચારી અને ચંદ્રકાંત પંડ્યાના પરિવારજન સાથે થયેલો સંવાદ
કર્મચારી : ચંદ્રકાંત કૃષ્ણલાલ પંડ્યાના સગા બોલો છો ?
પરિવારજન : હા
કર્મચારી : અંતિમવિધી માટે તમારો નંબર આવી ગયો છે તો તમે આવી શકશો અત્યારે ?
પરિવારજન : ચંદ્રકાંતભાઇની અંતિમવિધી તો કાલે થઇ ગઇ
કર્મચારી : કાલે થઇ ગઇ છે એમ ?
પરિવારજન : જી , કેમ આવી રીતે પૂછો છો ?
કર્મચારી : એક જ મિનિટ હો મોટાભાઇ
પરિવાર જન : જી
કર્મચારી બાજુમાં બેસેલ વ્યક્તિને કહે છે જો તો આમાં રેકોર્ડ
કર્મચારી: તમે અંતિમ વિધી માટે જઇ ચુક્યા છો ?
હોસ્પિટલ સ્ટાફ બાજુમાં બેસેલ વ્યક્તિને કહે છે આમાં જો ને નામ માં
બાજુમાં બેસેલ વ્યક્તિ : નામ તો બોલો
કર્મચારી : કનફોર્મ છે ને મોટા ભાઈ
પરિવારજન : જી.?
કર્મચારી : તમે અંતિમ વિધી કરી ચુક્યા છો ?
પરિવારજન : ચોક્કસ
કર્મચારી: સોરી હો
છેલ્લા 24 કલાકનાં સ્મશાનના આંકડા
1.મવડી મુકિતધામ
ટોટલ 15
6 કોવીડ ઈલેકટ્રીકમાં
9 લાકડામાં નોન કોવીડ
- બાપુનગર સ્મશાન
20 ટોટલ
11 કોવિડ લાકડામાં અને વિધુતમાં
9 નોન કોવિડ
3.રામનાથપરા
26 ટોટલ
14 કોવિડ વિધુતમાં
12 નોન કોવિડ લાકડામાં
- મોટામોવા
19 ટોટલ
12 કોવિડ
7 નોન કોવિડ
- રૈયા મુકિતધામ
ટોટલ 16 નોનકોવિડ