‘બા’નું ઘર નિરાધાર વૃધાશ્રમ, સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળનું પ્રેરણાદાયી સેવાકાર્ય
કડકડતી ઠંડીમાં રાજકોટમાં કે આજુબાજુનાં વીસ્તારમાં તમને ગમે તે જગ્યા એ રાત્રે કોઈ ગમે ત્યાં ઠંડી માં ઓઢયાં વગર સૂતો કોઈ માણસ દેખાય તો, નંબર 9426737273 પર ફોન કરીને કે વોટ્સએપ દ્વારા એ વ્યક્તિ નું લોકેશન આપવાથી કે ગુગલ મેપમાં એ વ્યક્તિ નું લોકેશન આપવાથી “બા” નુ ઘર નિરાધાર વ્રુધાશ્રમ, સમસ્ત પાટીદાર સમાજ, અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ધાબળા પોહોંચાડી દેવામાં આવશે, તેમ સેવાકર્મી મુકેશભાઈ મેરાજાએ જણાવ્યું છે.
અત્યાર સુધીમાં આ સંસ્થાઓ દ્વારા12000 થી અધિક ધાબળા વિતરણ કરવામાં આવેલ છે. સમસ્ત પાટીદાર સમાજ, માનવ કલ્યાણ મંડળ, “બા” નુ ધર નિરાધાર વ્રુધાશ્રમ, સંસ્થાની પરંપરા અનુસાર સતત 12 માં વર્ષે “ઝુપડપટ્ટીમાં” મુકેશભાઇ મેરજા, નાથાભાઇ કાલરીયા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, તેમજ 1850 સભ્યો ત્યોવ્હાર સાદાઇથી ઉજવી તેની બચતમાંથી સંસ્થા દ્વારા રાજકોટ, મેટોડા, સાપર, આજી, સાત હનુમાન, તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં, ફૂટપાથ પર, સીમમાં ઓઢયા વગર સુતા હોય તેવા લોકોને ધાબળા પહોંચાડી રહ્યા છે. આ વર્ષે શિયાળાની શરૂઆતથી કડકડતી ઠંડી છે, ને હજુ ઠંડી વધસે ત્યારે સંસ્થા દ્વારા દાંતાઓના સહયોગથી અને સંસ્થાનાં સભ્યો પાસેથી મેળવી સૌનાં સહકારથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ ચાલુ કરેલ છે, દાતાઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ટાઢથી બચી સકે તે ઉદેશ્યથી આ ધાબળા ફ્રી માં આપવા માં આવે છે. સંસ્થા દ્વારા અંદાજીત બે હજાર ધાબળા વિતરણ કરવાનો સંકલ્પ છે. એક ધાબળાની કિંમત રૂ. 120 છે. ત્યારે માનવ સેવાના આ ઉમદા કાર્યમાં સંસ્થાનો સંપર્ક કરી આપ ઈચ્છો તેટલા ધાબળા લઇ આપી કે રોકડ સહાય કે સંસ્થાના એકાઉન્ટમાં દાન જમા કરાવીને આ પુણ્યમાં સહભાગી બનવાની અપીલ કરેલ છે. આ સેવાકાર્યમાં મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, નાથાભાઇ કાલરીયા, ડો.વી.એન.પટેલ, ડો.જીજ્ઞેશ, પિયુષ કણસાગરા, દીપક બ્રમભટ્ટ, મનુભાઈ મેરજા, બલવંત મેરજા, મીનાબેન, દિનેશભાઈ, ડી.એન. કાસુન્દ્રા, પારુલબેન જોબનપુત્રા, શારદાબેન ગોધાણી, મનિષભાઇ વડારીયા, દર્શના પટેલ, જશુબેન ચારોલા, મધુબેન ફડદુ, કાંતાબેન ફલદુ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.