હાલના નિયમો અનુસાર, કૉલ ડ્રૉપ પર દૂરસંચાર કંપનીઓથી મહત્તમ 50 હજાર રૂપિયાની પેલન્ટી વસૂલ કરી શકાય છે.દૂસસંચાર નિયામક સંસ્થા ટ્રાઇ દ્વારા કૉલ ડ્રૉપ સમસ્યાને દૂર કરવા માટે શુક્રવારે જારી સખ્ત દિશાનિર્દેશો અનુસાર, સતત ત્રણ ક્વાર્ટર સુધી બેન્ચમાર્કનો ભંગ કરવા પર મહત્તમ પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. આ બેન્ચમાર્કના હેઠળ સમાન્ય સમયમાં 2 ટકાથી વધુ અને વિશેષ પરિસ્થિતિઓમાં કે વ્યસ્ત સમયમાં 3 ટકાથી વધારે કૉલ ડ્રૉપ થવા પર પેનલ્ટીનો નિયમ લાગૂ થશે.
નવા દિશાનિર્દેશો વિશે જાણકારી આપતા ટ્રાઇના ચેરમેન આર.એસ.શર્માએ મીડિયાને કહ્યું કે, લઘુત્તમ પેલન્ટી 1-5 લાખ રૂપિયા વચ્ચે હશે. આ શ્રેણીબદ્વ પેનલ્ટી છે, જે નેટવર્કની કાર્યકુશળતા પર નિર્ભર કરશે. જ્યારે ટ્રાઇના કાર્યકારી સચિવ એસ. કે.ગુપ્તા અનુસાર, જો દૂરસંચાર ઓપરેટર સતત ક્વાર્ટરમાં કૉલ ડ્રૉપ બેન્ચમાર્કનો ભંગ કરશે તો પેનલ્ટી દોઢ ગણી વધી જશે અને સતત ત્રીજા મહિનામાં પણ આ ઉલ્લંધન યથાવત રહેશે તો પેનલ્ટી બે ગણી થઇ જશે પરંતુ, તેની લધુત્તમ મયાર્દા 10 લાખ રૂપિયા હશે.
આ પહેલા ક્વોલિટી ઓફ સર્વિસ રુલ્સ હેઠળ કૉલ ડ્રૉપ બેન્ચમાર્કના પ્રત્યેક ભંગ બદલ 50 હજાર રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવતી હતી. જેમાં સંશોધનની સાથે જ ટ્રાઇએ કૉલ ડ્રૉપને માપવા માટે ટેલિકૉમ સર્કિલની જગ્યાએ મોબાઇલ ટાવરને આધાર બનાવ્યો છે. નવા નિયમો અનુસાર, પેનલ્ટી નક્કી કરતા સમયે નેટવર્કને પ્રભાવિત કરનાર તાત્કાલિક કારણો અને નેટવર્કના ભૌગોલિક વિસ્તારને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
દૂરસંચાર સેવાઓ આપનાર કંપનીઓએ હવે કૉલ ડ્રૉપ પર 10 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે શકે છે.