ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી હેલ્પ ડેસ્ક  થકી સગાઓને અપાય છે દર્દી વિશેની માહિતી: દર્દી સાથે વીડિયો કોલીંગથી વાતચીત પણ કરાવી અપાય છે

 

રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના તમામ દર્દીઓના સગા-સંબંધી અને પરિવારજનોને દર્દીની સ્થિતિ વિશે છેલ્લામાં છેલ્લી જાણકારી મળી રહે તે માટે હેલ્પલાઇન અને હેલ્પ ડેસ્ક તેમજ વીડિયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે.જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન, અધિક કલેકટર પરિમલ પંડ્યાના સંકલન હેઠળ તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ, જિલ્લાની સબ હોસ્પિટલો તેમજ કેર સેન્ટરોના જરૂરી મેનેજમેન્ટ- સંકલનમાં કામગીરી બજાવી રહ્યા છે. રાજકોટ ની પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોવીડ હોસ્પિટલમાં કોવીડના દર્દીઓને આધુનિક સારવાર, અવિરત ઓક્સિજનનો પૂરવઠો, જરૂરી દવા અને 24કલાક તબીબો-નર્સિંગની બહેનો,સ્ટાફ પેરા મેડિકલ કર્મયોગીઓની સેવા ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલની નજીક ચૌધરી હાઇસ્કુલના મેદાન પાસે કોવીડના દાખલ-સારવાર હેઠળના દર્દીઓના સગા-સંબંધીઓને દર્દી વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.અહીં વીડિયો કોલિંગ, ફોન કોલિંગ, દર્દીની જરૂરિયાત મુજબની વસ્તુઓ પહોંચાડવા હેલ્પ ડેસ્ક, દર્દીની સ્થિતિ તેમજ દર્દી ઓક્સિજન પર છે કે વધારે ઓક્સિજન ની જરૂર છે તે વિશેની અને અપાઈ રહેલી સારવાર અંગેની માહિતી આપવામાં આવે છે. જુદા જુદા કોમ્પ્યુટર દ્વારા અને લેન્ડલાઇન પર કર્મયોગીઓ સેવા આપે છે. આ કામગીરીનું સંકલન ડેપ્યુટી કલેક્ટર એન.આર.ધાધલ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.