સુરત સમાચાર
સુરત સિંગણપોર નજીક કંથરીયા હનુમાનજી દાદા મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલી ઓફિસમાં પોલીસે દરોડો પાડી કોલ સેન્ટર ઝડપી પાડયું હતું. એટલું જ નહીં પણ કોલ સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ ઘાનીવાલા સહિત 11 જણાની ધરપકડ કરી હતી. આરોપીઓ ગ્રાહકોને ટેડા ઍન્ટ્રીને લાગતા કામમાં 90 ટકા થી ઉપર આવે તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરતા હોવાનું સામે આવ્યું છે.પોલીસે વકીલ તરીકે વાત કરતી યુવતીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
ચોકબજાર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સિંગણપોર કોઝવે રોડ કંથરીયા હનુમાનજીદાદા મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલા ઓફિસમાં ચાલતા કોલ સેન્ટરમાં રેડ પાડી કોલ સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ ઘાનીવાલા , દિપીકા નવલ પટેલ તેમજ કોલ સેન્ટરમાં કામ કરતા કૌશીક હરેશ પંડ્યા, નિરજકુમાર સુરેશ પટેલ . રાહુલ દાનજી વાઢે૨ ,આસીફ મોહમદ મુસ્લીમ મંસુરી , યાસ્મીન સમત જમાદાર વિશ્વા હરીવદન મૌસુરીયા આરતી યશ ગુજ્જર , પ્રીતી બીજય સિંગની ધરપકડ કરી હતી.
આરોપીઓ ગ્રાહકોને ટેડા ઍન્ટ્રીને લાગતા કામમાં 90 ટકા થી ઉપર આવે તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરે છે અને 90 ટકાથી ઓછુ કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલતી વસુલાત કરે છે. આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા ઍન્ટ્રીનું કામ 80 થી 85 ટકા થાય તે રીતનું ગોઠવણ કરે છે ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાકટ ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે રૂપિયા 6500ની વસુલાત કરે છે. આ રીતે કોલસેન્ટર ચલાવતા હતા પોલીસે ટોળકીની ધરપકડ કરી વકીલ તરીકે વાત કરનાર નીસા નામની યુવતીને વોન્ટેડ બતાવી છે.