અખિલ હિંદ મહિલા પરીષદ પ્રેરીત શહેરના આર્થિક પછાત વિસ્તારોમાં ચાલી રહેલ શેરી શાળા અને બાલ સંસ્કાર કેન્દ્ર તથા ઘોડીયાઘરના લાભાર્થી એવા બાળકોને રામનાથપરા શેરી શાળા ખાતે એકત્ર કરી દિપાવલી મહાપર્વે રોટરી કલબ મીડટાઉનના સહયોગથી વાલીઓને કુલ ૩૬૦૦થી વધારે કિલો ગુણવતાયુકત ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અખિલ હિંદ મહિલા પરીષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરાની તથા રોટરી કલબના અધિષ્ઠાતા ડો.બાનુબેન ધકાણની ઉપસ્થિતિમાં બાળકો અને વાલીઓનું સંમેલન અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મતના મૌલિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શુભેચ્છા પ્રતિક સ્વરૂપ તેઓને અનાજનું વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવિશેષ રીતે બાળ અધિકાર તેમજ કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો સંદર્ભે કાયદાકીય જોગવાઈ અંગેનો પ્રકલ્પ પણ આયોજીત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રોટરી કલબ મીડટાઉનના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, મીતાબેન મોટલા, શૈલેષભાઈ દેસાઈ, રાહુલભાઈ ડાંગર, વિવિધ સ્સ્તારના પ્રકલ્પ સંયોજકો ઉપસ્થિત રહેલ. તેમજ મહિલા ધારાશાસ્ત્રી સબનમ ઠેબા, કાઉન્સેલર પુનમ વ્યાસ, લીલાબેન મેપાણી, રેશ્માબેન સહિતની ટીમે જહેમત ઉઠાવેલ હતી