- આઇપીએલ હવે છેલ્લા તબક્કામાં!!!
- પ્રથમ કવોલિફાયાર અને એલીમીનેટર મેચ અમદાવાદ ખાતે રમાશે જ્યારે બીજો કવોલીફાયર અને ફાઇનલ મેચ ચેન્નઈ ખાતે રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન હવે છેલ્લા તબક્કામાં આવી પહોંચી છે કારણ કે લીગના તમામ મેચ ગઈ કાલે જ પૂર્ણ થઈ ગયા અને પ્લે ઓફ માટેની ચાર ટીમ સુનિશ્ચિત થઈ ગઈ છે અને આવતીકાલે આઇપીએલ 2024નો પ્રથમ ક્વોલીફાયર મેચ પણ રમાશે. ક્વોલિફાયર 1 કલકત્તા અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ 21 મેના રોજ અમદાવાદમાં રમાશે, જ્યારે 22 મેના રોજ રાજસ્થાન રોયલ્સ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ પણ અમદાવાદમાં જ રમાશે. ક્વોલિફાયર 2 મેચ 21 મેના રોજ રમાશે. આ મેચ ક્વોલિફાયર 1ની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. 26 મેના રોજ ક્વોલિફાયર 1ના વિજેતા અને ક્વોલિફાયર 2ના વિજેતા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ફાઈનલ મેચ ચેન્નાઈમાં રમાશે.
રાજસ્થાન રોયલ્સ પણ 17 પોઈન્ટ મેળવવામાં સફળ રહી પરંતુ નેટ રન રેટના આધારે ક્વોલિફાયર 1માં સ્થાન ચૂકી ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નાટકીય પુનરાગમન કર્યું અને ચોથું સ્થાન મેળવ્યું. બેંગલોરે ચેન્નઈને પાછળ છોડી દીધું અને નેટ રન રેટના આધારે ચોથું સ્થાન મેળવ્યું. શરૂઆતમાં લાંબા સમય સુધી પોઈન્ટ ટેબલ પર પ્રભુત્વ ધરાવતા રાજસ્થાન રોયલ્સનું અભિયાન લીગ તબક્કામાં 4 પરાજય સાથે સમાપ્ત થયું. રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીમાં જીત નોંધાવવા માંગતી હતી પરંતુ વરસાદે તેમની ઈચ્છાઓ બગાડી નાખી. કોલકાતા નાઈટ રાઈડર્સ લીગ સ્ટેજમાં 14 મેચમાં 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 17 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.વરસાદના કારણે આઈપીએલની 70મી લીગ મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી.
કલકત્તા અને હૈદરાબાદને પ્લેઓફના પહેલા હાફમાં પહોંચવા માટે હજારો કિલોમીટરની મુસાફરી કરવા માટે માત્ર એક જ દિવસ મળશે કારણ કે તેઓ બંને રવિવારે લીગ રાઉન્ડના અંતિમ દિવસે રમ્યા હતા. હૈદરાબાદને લાગશે કે પંજાબ પર વ્યાપક જીત બાદ તેમને તેમની લય મળી ગઈ છે અને તાજેતરમાં રમવાનો સમય પણ મળ્યો છે, જે કલકત્તા માટે નથી, જેની છેલ્લી સંપૂર્ણ મેચ 11 મેના રોજ હતી. શ્રેયસ ઐયરે તેમની છેલ્લી બે લીગ રમતો અને બે વખતની વિજેતાઓ વરસાદથી ધોવાઈ જાય તે પહેલાં સતત ચાર ગેમ જીતી હતી. ટેબલ-ટોપર્સ કેકેઆરને પણ ટોચ પર એક મોટો અંતર ભરવો પડશે, કારણ કે તેમના બીજા સૌથી વધુ રન-સ્કોરર અને વિકેટકીપર ફિલ સોલ્ટ ટી20 વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડ સાથે જોડાઈ ગયો છે.
ખાસ કરીને રાજસ્થાની સામેના વરસાદે કલકત્તાને અપેક્ષિત રિપ્લેસમેન્ટ રહેમાનુલ્લાહ ગુરબાઝ સાથે નરિનને ટોચ પર તક આપવાની તક છીનવી લીધી, જે ચોક્કસપણે કેટલીક ચિંતાઓને દૂર કરશે. કલકત્તા માટે, નીતિશ રાણાનું ફોર્મ મિડલ ઓર્ડરને વધુ મજબૂત બનાવે છે, જ્યારે ફિનિશર તરીકે આન્દ્રે રસેલ તેમને મહત્વપૂર્ણ રન આપવાનું વચન આપે છે. ઘણી રીતે, હૈદરાબાદ કાગળ પર કલકત્તા ફાયર પાવર સાથે મેળ ખાય છે અને તે જ આ એન્કાઉન્ટરને વધુ આકર્ષક બનાવે છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બંનેએ 200 થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે અને તેમની ટીમને કેટલાક રેકોર્ડ્સ ફરીથી લખવા તરફ દોરી ગયા છે.
કંઈ રીતે રમાશે કવોલીફાયાર રાઉન્ડ
આવતીકાલથી આઇપીએલ 2024નું ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં 21 મી મંગળવારના રોજ પ્રથમ મેચ એટલે કે પ્રથમ ક્વોલીફાયર કલકત્તા અને હૈદરાબાદ વચ્ચે અમદાવાદ ખાતે રમાશે. જેમાં જે ટીમ વિજય થશે તે સીધી જ ફાઇનલમાં પ્રવેશ મેળવશે. બીજો મેચ કે જેને એલિમિનેટર તરીકે ઓળખવામાં આવે છે તે 22મે બુધવારના રોજ રાજસ્થાન અને બેંગલોર વચ્ચે રમાશે આ મેચમાં જે ટીમ હારશે તે આઇપીએલ માંથી બહાર થઈ જશે. 24 તારીખ શુક્રવારના રોજ બીજો ક્વોલિફાયર મેચ રમાશે જેમાં એલિમિનેટર મેચની વિજેતા ટીમ અને પ્રથમ ક્વોલીફાયરમાં હારેલી ટીમ વચ્ચે રમાશે અને આ મેચમાં જે ટીમ વિજય થશે તે સીધી જ ફાઇનલમાં પ્રવેશશે .
બેંગ્લોર ફિનિક્સ પક્ષીની જેમ આવ્યું બહાર, ડાર્ક હોર્ષ સાબિત થયું
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માં ઘણી ઉથલપાથલ જોવા મળી. એટલું જ નહીં બેંગ્લોરની જો વાત કરવામાં આવે તો તે ફિનિક્સ પક્ષીની જેમ ટુર્નામેન્ટમાં ઉભરીને આવી છે અને ડાર્ક હોર્સ પણ સાબિત થઈ છે. મહત્વનું એ છે કે બેંગ્લોરની ટીમે તેના પ્રથમ આઠ મેચ માંથી સાત મેચ માં હાર મેળવી હતી અને ત્યારબાદ સતત છ મેચ જીતી પ્લેઓફમાં પહોંચી હતી. આ તકે વિરાટ કોહલીએ પણ જણાવ્યું હતું કે ગોડ ઇઝ ગ્રેટ હવે જે રીતે બેંગ્લોર ની ટીમ પ્લેઓફમાં પહોંચી છે તો તેનું પ્રદર્શન પણ કંઈક અલગ જ હશે બીજી તરફ ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલર અને બેટ્સમેન ઈરફાન પઠાને પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો કે બેંગ્લોરની ટીમ પાસે એવા કોઈ બોલર નથી કે જે યોર્કરનો ઉપયોગ મહદ અંશે કરી શકે છતાં પણ ટીમની બેટિંગ લાઇન અપને ધ્યાને લઈ છેલ્લા 6 મેચ જે જીતા છે તે અકલ્પનીય છે.
હાઈ સ્કોરિંગ બનેલા મેચમાં હૈદરાબાદે પંજાબને ચાર વિકેટે મ્હાત આપી
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ વિરૂધ્ધ પ દડા બાકી રાખીને 4 વિકેટે જીત મેળવી હતી. આ જીતથી હૈદરાબાદે ટોચની બે ટીમમાં સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. સનરાઇઝર્સના 14 મેચના અંતે 17 પોઇન્ટ થયા છે. આજની મેચમાં સનરાઇઝર્સે 21પ રનનો વિજય લક્ષ્યાંક 19.1 ઓવરમાં 6 વિકેટે હાંસલ કર્યો હતો. સનરાઇઝર્સ તરફથી ફરી એકવાર યુવા ઓપનર અભિષેક શર્માએ પાવર પ્લેમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 28 દડામાં પ ચોગ્ગા-6 છગ્ગાથી 66 રનની આતશી ઇનિંગ્સ રમી હતી અને રાહુલ ત્રિપાઠી (33) સાથે બીજી વિકેટમાં 30 દડામાં 72 રનની ઝડપી ભાગીદારી કરી હતી. સ્ટાર ટ્રેવિસ હેડ ગોલ્ડન ડક થયો હતો. કલાસેન 19મી ઓવરમાં આઉટ થયો હતો તેણે 26 દડામાં 42 રન કર્યાં હતા. જયારે નીતિશ રેડ્ડીએ 37 રનનું યોગદાન આપ્યું હતું. સમદ 11 રને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ તરફથી અર્શદિપ અને હર્ષલે 2-2 વિકેટ લીધી હતી.