જ્ઞાનપોથી અર્પણ વિધિ રવિવારે યોજાશે
ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીના પાટાનુપાટ બિરાજમાન પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા. વર્ષોથી વિનંતી બાદ કામાણી જૈન ભવન, ભવાનીપુરના આંગણે ચાતુર્માસ પ્રવેશ કરતાં હર્ષોલ્લાસ છવાયો હતો.
સુરેશ દોમડીયા અને કેતન દોશીના જણાવ્યાનુસાર પૂ. ગુરુદેવ તથા પૂ. નયનાની મ.સ. ઠાણા-૩ અને શ્રમણસંઘના પૂ. મોક્ષિતાજી મ.સ. આદિ શ્રી મહેન્દ્ર જમનાદાસ દોશીના નિવાસેથી વિહાર કરી જૈન ભવન પધારતા જય જયકાર વર્તાયો હતો. જૈન ભવનના પ્રમુખ રાજેનભાઇ કામદાર, સમસ્ત સંઘ વતી પ્રફુલભાઇ મોદી, પૂર્વ ભારત સંઘ પ્રમુખ અશ્ર્વિનભાઇ દેસાઇએ સ્વાગત કરેલ. મહિલા મંડળે સ્વાગત ગીત રજુ કરેલ.
સૂત્ર સંચાલક રજની જાગાણીએ જણાવેલ કે ૪૦ વર્ષ પૂર્વે વૈરાગી અવસ્થામાં પૂ. ગુરુદેવ પર્યુષણ પ્રવચન આરાધના અર્થે આવેલા હતા. આજે પ્રથમવાર પધાર્યા છે તેનો અનેરો આનંદ છે.
પૂ.શ્રી એ કોરોનાના કપરા કાળમાં રાષ્ટ્રધર્મનું પાલન કરતા આત્મધર્મની આરાધનામાં આગળ વધવા એકસેપ્ટ અથવા જે કાંઇ પરિસ્થિતિ સર્જાય તેનો સ્વીકાર કરવો, સતત શુભ ભાવમાં રહેવાનું પાર્થય આપેલ.
ચાતુર્માસ સાધર્મી સુપાત્ર ભકિતનો લાભ અમૃતબેન ભગવાનજી અવલાણી હ. નીલેશ હરસુખલાલ અવલાણી અને જીવદયા કળશનો પંકજભાઇ મોદી તથા ઘેર ઘેર પ્રવચન પ્રસાદી રૂપે આપેલ.
વ્યાખ્યાન સંગ્રહ અને જીવન જાગૃતિ ટેબલ કેલેન્ડર નો શ્ર૭ દાતાઓએ રૂ. ૧૧ હજારની શ્રેણીમાં લાભ લીધેલ.
જ્ઞાનપોથી અર્પણ વિધિ રવિવારે યોજાશે. જૈન ભવનની કાયમી સિનિયર સીટીઝન વગેરે યોજનાઓના મુખ્ય લાભાર્થી ચંદ્રવદનભાઇ સી. દેસાઇને સંઘ શિરોમણિ દાતા તરીકે ઘોષિત કરાતા ઉમંગ છવાયો હતો.
શાસન પ્રગતિ અંકની અર્પણ વિધિ મનીષ પારેખ, સંજય મહેતા, પ્રફુલ મોદી વગેરેના હસ્તે કરાયેલ, આજીવન સભ્ય ડીસ્કાઉન્ટ યોજનાનો લાભ તારાબેન જેઠાલાલ મોદી પરિવારે લીધો હતો.