ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્ કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પક્ષની વિચારધારા અને સમર્થ સુકાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં ગુજરાતભરના સામાજીક સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગ તથા એન.જી.ઓ.ના મહિલા અગ્રણીઓ તથા સભ્યોએ ભાજપાના સદસ્ય બની ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથેની વિકાસલક્ષી રાજનીતિને અનુમોદન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપાના વિવિધ સેલના પ્રભારી ડો. અનિલભાઈ પટેલ તથા ભાજપા મહિલા મોરચાના અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત સૌ મહિલા અગ્રણીઓ તથા સભ્યોને ભાજપાના સદસ્યતા અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ભાજપાના અગ્રણી શ્રીમતી રાજીકાબેન કચેરીયાએ કર્યુ હતુ. ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાતભરના એન.જી.ઓ. અને સામાજીક સંસ્થાઓના ૧૮૦ કરતા વધારે મહિલા સભ્યો ભાજપાના સદસ્ય બન્યા હતા.