કંપની અને કર્મચારીઓને લખ્યો હતો પત્ર: દેણુ ન ચુકવી શકતાં જીવન ટૂંકાવ્યું
વર્ષોથી લોકો જાણે છે કે, જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી જ હોય છે ત્યારે ૧૦ હજાર કરોડ રૂપિયાની સંપતિ ધરાવતાં ઉધોગપતિએ જયારે પોતાનું જીવન ટુંકાવું પડે છે તે અનેક પ્રશ્ર્નોને ઉદભવિત કરે છે. સીસીડીનાં સંસ્થાપક વી.જી.સિઘ્ધાર્થે આત્મહત્યા કરતાં ભારતનાં ખ્યાતનામ અને પ્રતિષ્ઠીત ઉધોગકારોમાં શોક વ્યાપી ગયો છે. અનેકવિધ ઉધોગકારોનાં મંતવ્ય મુજબ સિદ્ધાર્થ દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાનું સાચું કારણ શું હોય શકે તેમાં તેઓ ગુંચવાયેલા છે.
પ્રાપ્ત વિગત મુજબ નાણા ખેંચ અને લોન ભરપાઈ ન કરાતા વી.જી.સિઘ્ધાર્થે આત્મહત્યા કરી લીધા હોવાની વાત સામે આવે છે. આત્મહત્યા કરતાં પહેલા તેઓએ પત્ર લખી આવકવેરા વિભાગથી પરેશાન રહેતા હોવાનું જણાવ્યું હતું. સિદ્ધાર્થ ગુમ થયાનાં ચાર થી પાંચ દિવસ પહેલેથી જ તે ખુબ જ ચિંતાતુર રહેતા હતા. તેઓએ તેમનું દેવું ચુકવવા માટે પોતાની સંપતિ વહેંચવા પણ માંગતા હતા. કારણકે તેમની સંપતિ લેણદારો કરતાં અનેકગણી વધારે હતી. જો તંત્ર દ્વારા તેમને હેરાન કરવામાં ન આવ્યા હોત તો તેમનાં દ્વારા આ પગલું ભરવામાં ન આવત. વી.જી.સિદ્ધાર્થે કુલ ૮૧૮૩ કરોડનું દેણુ કર્યું હતું. તેઓએ પોતાની વધુ એક કંપની ટેગલીન ડેવલોપર્સનો હિસ્સો વહેંચવા વિચારણા કરી રહ્યા હતા. સિદ્ધાર્થ દ્વારા ૧૯૯૯માં માઈન્ડ ટ્રી કંપનીનાં કો-ફાઉન્ડર બન્યા હતા ત્યારે તેઓએ કંપનીનો ૬.૬ ટકાનો હિસ્સો ખરીદવા માટે ૪૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે તેમની પાસે સંપતિ અનેકગણી હતી પરંતુ જો તેઓને હેરાન કે પરેશાન કરવામાં ન આવ્યા હોત તો કદાચ જે સ્થિતિ પ્રસ્થાપિત થઈ તે ન થાત.
બે દિવસથી લાપતા કાફે કોફી ડેના સપક વી. જી. સિર્દ્ધાનો મૃતદેહ બુધવારે મેંગલુરુમાં નેત્રાવતી નદીના કિનારેથી મળી આવ્યો હતો. પોલીસ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને સનિક માછીમારોની આઠ ટીમે ૨૬ કલાક સુધી સિર્દ્ધાની શોધખોળ કરી હતી. આ ટીમોમાં કુલ ૨૦૦ જવાન હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રામિક તપાસમાં આ મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે, પરંતુ સંપૂર્ણ તપાસ પછી જ આખરી નિર્ણય લેવામાં આવશે. દક્ષિણ કન્નડ જિલ્લાના ડે. પોલીસ કમિશનર શશીકાંત સેંલિના કહેવા પ્રમાણે, પોલીસ અને માછીમારોની ટીમને સિર્દ્ધાનો મૃતદેહ મળ્યો હતો. સિર્દ્ધાના મિત્રોએ તેમની ઓળખ કરી હતી. મેંગલુરુની વેનલોક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પછી તેમનો મૃતદેહ ચિકમંગલુર લવાયો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે સિર્દ્ધાના પરિવારને સાંત્વના આપવા શબ્દો ની. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે સિર્દ્ધાનું મૃત્યુ પરેશાન કરનારું અને રહસ્યમય, બંને છે. તેમના પત્રી ખબર પડે છે કે દેશમાં ટેક્સ ટેરરિઝમ ચાલી રહ્યું છે. આ રાજકારણી પ્રેરિત સંસ્થાઓનો કદરૂપો ચહેરો છે. સિર્દ્ધો પત્રમાં લખ્યું છે કે આવકવેરા વિભાગના એક પૂર્વ ડીજીએ મારી હેરાનગતિ કરી હતી. આ દરમિયાન સીસીડીના શેરમાં બીજા દિવસે પણ ૨૦%નો ઘટાડો નોંધાયો હતો. સીસીડીએ બુધવારે કર્ણાટકના ચીફ સેક્રેટરી રહેલા ડિરેક્ટર એસ.વી. રંગનાને કંપનીના વચગાળાના ચેરમેન અને નીતિન બાગમાનેને વચગાળાના સીઓઓ તરીકે નિયુક્ત કર્યા હતા. કંપનીમાં સિર્દ્ધાનાં પત્ની માલવિકા હેગડે પણ ડિરેક્ટર છે.
બોર્ડે કહ્યું કે અમને માલવિકાનો સંદેશ મળ્યો છે. માલવિકાએ કંપનીની પ્રોફેશનલ ટીમનું સર્મન કર્યું છે. કોંગ્રેસે સિર્દ્ધાના મૃત્યુના કારણ પર ચર્ચા કરવા લોકસભામાં નોટિસ આપી છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વિટ કરતા લખ્યું હતું કે મોદીએ એ લોકો સો વિશ્વાસઘાત કર્યો છે જેમણે સ્વતંત્ર અને પરેશાનીમુક્ત ર્અતંત્ર માટે મતદાન કર્યું હતું. સંસદીય મામલાના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સિર્દ્ધાના મૃત્યુની તપાસ કરાશે. દેશમાં એવી વ્યવસ છે જે ર્આકિ ઉત્પીડનના મામલાનો મુકાબલો કરી શકે છે. સિર્દ્ધા આ વ્યવસ વિશે જાણતા હતા.