બ્રોડ કાસ્ટીંગ ટેકનોલોજીમાં ઈનોવેશનના નામે સરકાર સેટ-ટોપ બોકસ મામલે મસમોટા સુધારા તરફ

ટેલીકોમ રેગ્યુલેટર ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાય) દ્વારા સેટ-ટોપ બોકસ મામલે ડીટીએચ અને કેબલ ઓપરેટરોને એક જ લાઠીએ ચલાવવાનો પ્રયત્ન રોષનું કારણ બની શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વિગતો મુજબ સરકાર હવે એક એવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહી છે જેના અનુસંધાને સેટ-ટોપ બોકસમાં ટીવી ચેનલનું બ્રોડકાસ્ટ કરનારી વિવિધ કંપનીઓની સેવા લઈ શકાશે. સેટ-ટોપ બોકસ ઈન્ટરઓપરેબલ હેઠળ હવે સરકાર સર્વિસ કવોલીટીના ઓઠા તળે ડીટીએચ થતા કેબલને એક રીતે ચલાવવાનો પ્રયત્ન કરવા જઈ રહી છે. સરકારની ઈચ્છા છે કે, એક સરખા સેટ-ટોપ બોકસી ડીટીએચ અને કેબલ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ શકે અવા તો એક એવી પોલીસી ઘડવામાં આવે જે હેઠળ બન્ને માટે અલગ અલગ સેટ-ટોપ બોકસ રહે નહીં. આ મામલે સેટ-ટોપ બોકસના ધુરંધરોને સરકારે વિવિધ સુચનો પણ આપ્યા છે. અલબત ડીટીએચ અને કેબલને એક લાઠીએ ચલાવવામાં આવશે તો કેબલ ઓપરેટરોમાં રોષ ફાટી નીકળે તેવી દહેશત પણ સેવવામાં આવી છે.

ટેકનોલોજીમાં ઈનોવેશન અને સર્વિસમાં ઈમ્પ્રુવમેન્ટના નામે સરકાર હવે સેટ-ટોપ બોકસને ડિજીટલ ટીવી બ્રોડકાસ્ટીંગ સર્વિસ માટે ઈન્ટરપોર્ટેબલ બનાવવા જઈ રહી છે. આ મામલે ડીટીએચ અને કેબલનું સેટ-ટોપ બોકસ એક સમાન જ હોય તેવી વ્યવસ સરકાર ગોઠવવાની પેરવીમાં છે. પરિણામે આગામી સમયમાં ડીટીએચ કે કેબલ સાથે સંકળાયેલી સેવાનું ભવિષ્ય ગ્રાહકો માટે વધુ ફાયદાકારક નિવડશે તેવું જણાય રહ્યું છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20

આ મામલે ટ્રાઇએ એ પણ પૂછ્યું છે કે શું ઉપકરણના કોમોડાઇટેશનના ફાયદાઓ માટે માત્ર એસટીબીને ખુલ્લા બજાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, એસટીબીની બિન-આંતર-કાર્યક્ષમતા દ્વારા ઉત્પન્ન થયેલા ઇ-કચરાને જોતાં, ટ્રાઇએ પૂછ્યું છે કે પર્યાવરણીય પ્રભાવને ઘટાડવાના દૃષ્ટિકોણથી એસટીબી ઇન્ટરઓપરેબિલીટી રજૂ કરવી એકદમ જરૂરી છે કે કેમ ? આ પ્રકારના પ્રશ્નો પણ ઉભા યા છે.

કેબલ અને ડીટીએચ ઓપરેટરો, એસટીબીના આંતર-કાર્યક્ષમતાના વિચારની વિરુદ્ધ છે, અને તે દરેક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ તકનીકીઓનો ઉલ્લેખ કરે છે. જોકે, ટ્રાઇ મક્કમ રહી છે. તે હિસ્સેદારોની મીટીંગો / ચર્ચા સહીત એસટીબી આંતરવ્યવહારિકતા પ્રાપ્ત કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. ઓથોરિટીએ માહિતી વિનિમય માટે પ્રસારણ તકનીકની જગ્યામાં વિવિધ તકનીકી કંપનીઓ સાથે પણ સંકળાયેલા છે.

ભારતીય બજારોમાં એસટીબીની ઇન્ટરઓપરિબિલિટી કેવી રીતે લાગુ થઈ શકે અને ઇકો-સિસ્ટમના વિકાસ માટે ઇન્ટરઓએરેબલ એસટીબી તૈનાત કરવાની સમયરેખા શું તે મામલે પણ નિયમનકારે પ્રથમ એપ્રિલ ૨૦૧૬માં આ મુદ્દે પૂર્વ-પરામર્શ પેપર જારી કર્યું હતું. પાછળથી, સી-ડીઓટી દ્વારા તકનીકી ઇન્ટરઓએરેબલ એસટીબી માટે વિકસિત સોલ્યુશન આર્કિટેક્ચર અંગેની સલાહ સલાહ ઓગસ્ટ ૨૦૧૭ માં જારી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.