ઘરની બાલ્કનીમાં ઉભા’તા ત્યારે ચક્કર આવતા નીચે પડયા
શહેરમાં રામનાથપરામાં રહેતા અને કેબલ ઓપરેટીંગનું કામકાજ કરતા પ્રૌઢનું આકસ્મીક રીતે ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નિપજયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રૌઢના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામનાથપરા વિસ્તારના હુસૈની ચોકમાં રહેતા અને કેબલ ઓપરેટીંગનું કામકાજ કરતાં આરીફભાઈ અબ્દુલભાઈ કારવાણી નામના ૪૮ વર્ષીય પ્રૌઢનું ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાતા મોત નિપજયું હતું.
વધુ વિગત મુજબ મૃતક આરીફભાઈ ઘણા સમયથી બિમાર હોવાથી દવા ચાલુ હોય જે આજે સવારે પોતાના ઘરની બાલકનીમાં ઉભા હતા તે દરમિયાન કોઈ કારણોસર ચકકર આવતા નીચે પટકાતા હતા. આરીફભાઈ નીચે રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.ઘટનાના પગલે એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ જ‚રી કાગળો બાદ મૃતદેહ પોર્સ્ટમોટર્મ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.