કૃષીમંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાનો હેન્ડ વોશીંગ અને યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
કોવિડ-૧૯ સામેની લડાઇ નિર્ણાયક તબક્કામાં છે ત્યારે લોકોનો આત્મવિશ્વાસ બુલંદ થાય અને કોરોના સામે સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા હેતુસર કેન્દ્રના માહિતી અને પ્રસારણમાં મંત્રાલ્યના પ્રાદેશીક લોક સંપર્ક બ્યુરો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા રાજયભરમાં કોવિડ-૧૯ વિજયર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જામનગરમાં આ રનું આગમન યું હતું. આ રનું પ્રસન કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
કેબીનેટ કૃષિમંત્રી આર.સી. ફળદુએ આ તકે જણાવ્યું હતું કે કોવિડ વિજય ર દ્વારા સરળ અને સાદી ભાષામાં અભિનય સાથે લોકોને કોરોનાના સંક્રમણી બચવા માટેનો કેન્દ્ર સરકારનો નિર્ણય આવકાર દાયક છે અને રમાં માહિતી સાથો સાથ હિમોગ્લોબીનની અને આયુર્વેદીક દવાઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તેના કારણે કોરોનાની લડતમાં લોકોને જરૂર વધુ રક્ષણ મળશે. મહાત્મા ગાંધી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતું. જયારે જામનગરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસને જિલ્લાકક્ષાનો હેન્ડ વોશીંગ કીટ અને માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને અહિંસા, સત્ય અને સ્વચ્છતાનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીની જન્મજયંતીએ પૂરો દેશ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવી રહયો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશભરમાં સ્વચ્છતાના અભિયાનને સાર્વજનિક બનાવ્યુ છે. આદર્શ સમાજ નિર્માણ માટે સ્વચ્છતા અનિવાર્ય છે. મંત્રી ફળદુએ વધુમાં ઉમેર્યુ હતું કે મુખ્યમંત્રી દ્વારા એક જ સમયે ૨૫ જિલ્લામાં વિવિધ ઇ-લોકાર્પણ કરવામાં આવી રહયા છે. મંત્રી ફળદુએ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સશકિતકરણ અને સ્વનિર્ભર બનાવવા માટે અમલી વિવિધ યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે અભિયમ હેલ્પલાઇન, નારી અદાલતો, સગર્ભા માતાને પોષણયુકત આહાર, ક્ધયા કેળવણી, બેટી બચાવો – બેટી પઢાઓ, માતા યશોદા એવોર્ડ, સખી મંડળો, આત્મનિર્ભર પેકેજ સહિત અનેક યોજનાઓ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મહત્વનું યોગદાન આપી રહી છે.