અગાઉ પણ કૃષિ મંત્રી આર.સી. ફળદુને જામનગરમાં કડવો અનુભવ થયો હતો
જામનગર મા કૃષીમંત્રી આર સી.ફળદુ ના હસ્તે ખાતમુહુર્ત અને લોકાર્પણ ન થયા પરંતુ એમના નામની તકતી ના અનાવરણ થયા તેથી જાણકારોમા ચર્ચા સાથે ચકચાર એ છે કે અગાઉથી નક્કી જ હતુ માટે તો તકતી બનાવી અને કાર્ડ છપાયા તેમા તેમના હસ્તે એમલખાયેલુ છતા કેબીનેટ મંત્રી આવ્યા કેમ નહી.
જામનગર મહાપાલીકાના એક બગીચાનું લોકાર્પણ એક આવાસ યોજનાનુ ખાત મુહુર્ત અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નુ ખાત મુહુર્ત થયુ.
જે શુક્રવારે થયુ. આ દરેક કાર્યક્રમ જામનગર દક્ષીણ ના ધારાસભ્ય અને રાજ્યના કૃષી મંત્રી રણછોડ ભાઇ ચનાભાઇ ફળદુ ના હસ્તે કરવાનુ હતુ તેથી આ દરેક જગ્યા અને લગત રોડ વિસ્તારો ચોખ્ખા ચણક અને દવા છંટકાવ અને દબાણ ફ્રી કરવા કર્પોરેશન ના કામઢા અધીકારીઓ અને કર્મચારીઓ એ આગલા દિવસે રાત સુધી મહેનત કરી .
પરંતુ સવારે રાહ જોવા છતા મંત્રી ન આવ્યા. તેથી માયુસ થયેલા તંત્ર એ મેયર પ્રતિભા બહેન ના હસ્તે બધા કાર્યક્રમો કરાવી સંતોષ માન્યો હતો.સતાવાર સુત્રો ના જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી નિતિન ભાઇએ ફળદુને કંઇક અગત્યના કામસર રોકી લીધા હતા.
મંત્રી ન આવ્યા તોય તેમના નામની ઉપસ્થિતિની તકતીના અનાવરણ થયા. જોકે જામનગર મા અગાઉ પણ મંત્રી એક કાર્યક્રમા છેલ્લી ઘડીએ ન હતા આવ્યા. એ પહેલા તેમની રક્ત તુલાના કાર્યક્રમ મા એક જમીન માફીયા અતિથી વિશેષ રહેવાના કાર્ડ છપાયેલા તેથી ખુબ ટીકા થઇ હતી તો પટેલ સમાજમા ફળદુ નાસન્માન સમારંભ મા પુર્વ ધારાસભ્ય ખુલ્લે આમ મંત્રીની હાજરીમા એવુ બોલેલા કે જિલ્લા પંચાયત મા બિનખેતી ના રૂપીયા ખવાય ને ભાગ પડે પણ ફળદૂ એ ક્યારેય ભાગ લીધો ન હતો.પરંતુ આમ કહી ફળદુ ના વખાણ થયા કે તેઓ ભ્રષ્ટાચાર ને પોષતા તેવુ કહેવાનુ રાઘવજીનુ થતુ હતુ તે નક્કી ન થતા ખુબ ટીકાઓ થયેલી.
આવા કડવા અનુબવો બાદ જાહેર કાર્યક્રમ ફળદુનો યોજાયો પણ તેમને યાદ હોઇ ટાળ્યુ. પરંતુ કોર્પોરેશને તકતી પણ ન બદલી.