રાજકોટ શહેર-જિલ્લાના પ્રદેશ ભાજપના પ્રભારી રહી ચૂકેલા

બ્રિજેશ મેરજાને જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાનો હવાલો, અરવિંદ રૈયાણીને જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા

રાજ્યના તમામ જિલ્લાઓમાં સુવ્યવસ્થિત વહિવટ જળવાય રહે અને તેના પર ઉચ્ચકક્ષાએ દેખરેખ રાખી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કેબીનેટ મંત્રી તથા રાજ્ય કક્ષાના મંત્રીઓને અલગ-અલગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ રાજકોટ શહેર તથા જિલ્લાના પક્ષ પ્રભારી રહી ચૂકેલા કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને હવે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.

કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આણંદ અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. જીતુભાઈ વાઘાણીને રાજકોટ જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઋષિકેશભાઈ પટેલ અમદાવાદ જિલ્લાના, પૂર્ણેશ મોદીને ભરૂચ અને નર્મદા જિલ્લાના, રાઘવજીભાઈ પટેલને પોરબંદર જિલ્લાના, કનુભાઈ દેસાઈને સુરત જિલ્લાના, કિરીટસિંહ રાણાને ભાવનગર જિલ્લાના, નરેશભાઈ પટેલને વલસાડ અને ડાંગ જિલ્લાના, પ્રદિપ પરમારને વડોદરા જિલ્લાના, અર્જુનસિંહ ચૌહાણને પંચમહાલ અને મહીસાગર જિલ્લાના, હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના, જગદીશભાઈ પંચાલને મહેસાણા અને પાટણ જિલ્લાના, બ્રિજેશ મેરજા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના,

જીતુભાઈ ચૌધરીને નવસારી જિલ્લાના, મનીષાબેન વકીલને ખેડા જિલ્લાના, મુકેશભાઈ પટેલને તાપી જિલ્લાના, નિમિષાબેન સુથારને છોટા ઉદેપુર જિલ્લાના, અરવિંદભાઈ રૈયાણીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના, ડો.કુબેરભાઈ ડીંડોરને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના, કિર્તીસિંહ વાઘેલાને કચ્છ જિલ્લાના, ગજેન્દ્રસિંહ પરમારને બનાસકાંઠા જિલ્લાના, આર.સી.મકવાણાને અમરેલી જિલ્લાના, વિનોદભાઈ મોરડીયાને બોટાદ જિલ્લાના અને દેવાભાઈ માલમને સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.