ધારાસભ્ય લલિત વસોયાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ
ઉપલેટા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ અને લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા પાંચ દિવસ માટે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ખોડલધામ સમિતિ ઉપલેટા સહિતની સંસ્થાઓ દ્વારા વલ્લભ વિદ્યાલય ગ્રાઉન્ડમાં લેઉવા પટેલ સમાજના ભાઈ-બહેનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલ રાસોત્સવનું પાંચ દિવસ સુધીમાં ખોડલના સાનિઘ્યમાં માં જગદંબાની આરાધના સમાજના ભાઈ-બહેનો કરશે. આ રાસોત્સવમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી. જયારે રાસોત્સવમાં સહયોગ આપનાર દાતાઓનું ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરાના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ તકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઈ સોજીત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, આર. ડી. સી. બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, માધવજીભાઈ પટેલ, જગદીશભાઈ ગણાત્રા, અમીતભાઈ શેઠ, ગીરીશભાઈ આરદેશણા, રમણીકભાઈ લાડાણી, પ્રદિપભાઈ જોષી, રણુભા જાડેજા, ધવલભાઈ માકડિયા, મિલનભાઈ ગજેરા, રસીકભાઈ સોજીત્રા, દશરથભાઈ ગજેરા, હરસુખભાઈ સોજીત્રા, રાકેશભાઈ, જે. એમ. માંગરોલિયા, પરેશભાઈ ઉચદડીયા, જગદીશભાઈ સહિત સમાજ શ્રેષ્ઠીઓને ખોડલધામના પ્રમુખ વિઠલભાઈ વોરા, ઉપપ્રમુખ મિનાભાઈ, લેઉવા પટેલ યુવક મંડળના પ્રમુખ ધવલભાઈ સોજીત્રા, મહિલા સમિતિના ચંપાબેન ગજેરાએ આવકારેલા હતા.