રાજય સરકારના કેબિનેટ મંત્રીઓની બેઠક સામાન્ય રીતે દર બૂધવારે મળતી હોય છે પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ અને દ્વારકા જિલ્લાની મૂલાકાતે હોવાના કારણે કેબિનેટની બેઠક મળી શકી નહતી દરમિયાન આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનારી કેબીનેટમાં રાજયભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ધો.12 બાદ ધો. 9 થી 11ના વર્ગો શરૂ કરવા દેવાની મંજૂરી આપવામા આવે તેવી સંભાવના જણાય રહી છે. વેકિસનેશનની કામગીરીને આગામી દિવસોમાં વધુ વેગવાન બનાવવા પણ કેબીનેટમાં ચર્ચા થાય તેવું દેખાય રહ્યું છે.
ધોરણ 12 બાદ હવે રાજય સરકાર ધો.9 થી 11ના વર્ગો શરૂ કરવા નિર્ણય લેશે: વેકિસનેશનની કામગીરીને વેગ આપવા અને વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવારે દ્વારકામાં જગતમંદિરમાં દ્વારકાધીશને શીશ ઝૂકાવી ગુજરાતના લોકોનાં સારા સ્વાસ્થ્ય અને રાજયના વિકાસ માટે પ્રાર્થના કરી હતી તેઓ સવારે ગાંધીનગર પરત ફરતાની સાથે જ બપોરે 12 કલાકે કેબિનેટની બેઠક યોજાઈ હતી. રાજય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા રાજયમાં ધો.12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી. દરમિયાન રાજયભરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપી ધો.9 થી 11ના વર્ગો શરૂ કરવાની માંગણી કરી હતી આજે કેબીનેટમાં રાજયનાં ધો.9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી આપવા અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. વેકિસનના ડોઝની અછતના કારણે વેકિસનેશનની કામગીરી પર અસર પડી રહી છે. હવે ધીમેધીમે વેકિસનના ડોઝ વદુ માત્રામાં મળી રહ્યા છે. ત્યારે વેકિસનેશનની કામગીરીને વધુ વેગવંતી બનાવવા પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
સાતમ-આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં અલગઅલગ ગામોમાં યોજાતા પરંપરાગત લોકમેળા યોજવા માટે મંજૂરી આપવી કે કેમ તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે જો કે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જૂનાગઢની મૂલાકાત દરમિયાન એવા સંકેતો આપી દીધા હતા કે કોરોનાના કેસ ઘટયા છે.
કોરોના ખતમ થયો નથી. આવામાં મેળા યોજવા અંગે યોગ્ય નિર્ણય લેવાશે કેબીનેટની આજે મળનારી બેઠકમાં રાજયનાં આવતી કાલથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ત્યારે સંભવિત સ્થિતિને પહોચી વળવા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધી સંતોષકારક વરસાદ પડયો નથી તેવા વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કેબીનેટની બેઠકમાં ધો.9 થી 11ના વર્ગો શરૂ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામા આવશે.