અતિવૃષ્ટિના કારણે  પાકને થયેલી પારાવાર નુકશાનીનું વળતર ચૂકવવા ધારાસભ્યો-સાંસદોએ કરી છે માંગણી

ગુજરાતમાં ચાલુ સાલ પડેલા ભારે વરસાદના કારણે પાકને ભારે નુકશાની થવા પામી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ ઉપરાંત ભાજપના ધારાસભ્ય અને સંસદ સભ્ય ખેડૂતોને અતિ વૃષ્ટિના કારણે થયેલા નુકશાનનું વળતર ચૂકવવાની માંગણી કરી રહ્યાં છે ત્યારે આજે મળનારી રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. બપોરબાદ આ અંગે કોઈ મોટી ઘોષણા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં ૧૪૩ ટકા જેટલો વરસાદ યો છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઘેડ પંથકમાં ભારે નુકશાની થવા પામી છે. મગફળી, કપાસ, કઠોળ સહિતના મોટાભાગના પાકો ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયા છે. આવામાં વિરોધ પક્ષ કોંગ્રેસ ઉપરાંત ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ ખેડૂતોને અતિ વૃષ્ટીના કારણે થયેલ નુકશાનીનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે. સરકારે પણ નુકશાનીનો સર્વે કરવા માટેની ખાતરી આપી છે. હજુ રાજ્યમાં વરસાદ ચાલુ હોવાના કારણે પાકના ઉત્પાદન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

ખેડૂતને અતિ વૃષ્ટિના કારણે થયેલ પારાવાર નુકશાનીનું વળતર ચૂકવવા માટે માંગણી ઉઠી રહી છે. આજે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની કેબીનેટ બેઠક મળનારી છે. આ કેબીનેટ બેઠકમાં ખેડૂતોને અતિ વૃષ્ટિના કારણે થયેલી નુકશાનીનું વળતર ચૂકવવા માટે કોઈ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરાયા બાદ ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ખેડૂતોને નુકશાનીમાંથી ઉગારી લેવા માટે આજે અતિ વૃષ્ટિની નુકશાની અંગે કોઈ મોટુ રાહત પેકેજ જાહેર કરાય તેવી શકયતા જણાય રહી છે. આ અંગે કેબીનેટ બેઠક પૂર્ણ યા બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.