રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સરકારે પાણી આપવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં વરસાદ અંગે ચર્ચા કરાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ છે પરંતુ હજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં નહીંવત વરસાદને કારણે અનેક ડેમ ખાલી છે ત્યારે સિંચાઈ માટે પાણી વધુ આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી.
જેમાં સૌ પહેલાં પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને અંજલી આપી, બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બેઠકમાં ઓછા વરસાદને પગલે પાણી વિતરણ, વરસાદની આગાહી, નર્મદાની સપાટી, વીજ વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારના 3 વર્ષે ઉપક્રમે જે કાર્યક્રમ બુધવારે યોજાવાનો હતો તે ગુરૂવારે યોજાશે તેવું પણ નક્કી કરાયું હતું.