બે અઠવાડિયા સુધી ખાવ તો પણ ન ખુટે તેવું વિશાળ કોબીનું વાવેતર કરી ઓસ્ટ્રેલીય દંપતિએનો ઈકો ટુરીઝમને પ્રોત્સાહન આપ્યું
ઈકો ટુરીઝમને પ્રમોટ કરવા માટે કેટલાક લોકો લીલોતરી અને વાવણીને પ્રોત્સાહન આપતા હોય છે અને એવા કેટલાક રેકોર્ડ પણ છે કે શાકભાજીનું વાવેતર એવી રીતે કરવામાં આવે કે તે કાંતો ખૂબજ મોટુ નહીંતર સાવ નાનકડુ ફળ આપે. કારણ કે, તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે અને ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે છે.
જો તમે પણ શાકાહાર પ્રેમી હોય તો ઓસ્ટ્રેલીયન મહિલાની આ પહેલ તમને ખૂબજ ગમશે. ગત વર્ષે એપ્રીલમાં ઓસ્ટ્રેલીયન દંપતિ રોઝ મેરી નોરવુડે તેના પતિ સાથે મળીને ઈકોટુરીઝમને પ્રમોટ કરવાની પહેલ હાથ ધરી હતી. જેના ભાગરૂપે તેમણે શાકભાજીનું વાવેતર શરૂ કર્યું. તેમણે વિશાળ કદના શાકભાજીનું વાવેતર શરૂ કર્યું.
નોરવુડે કહ્યું હતું કે, ઈકો ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે તેમણે મોટા કદના શાકભાજીના વાવેતરની શરૂઆત કરી. જો કે કેટલીક વખતે તેમણે નિષ્ફળતા પણ મેળવી પરંતુ તેના ફાર્મ હાઉસે કરેલા વાવેતરમાં તેણે માનવ કરતા પણ મોટા આકારના કોબીના કોળાનું વાવેતર કર્યું. તેણે કહ્યું કે, પોતે અને તેના પતિએ વહેલા ઉનાળામાં જ ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. તેની સફળતા સારો વરસાદ, સારૂ વાતાવરણ અને યોગ્ય માવજતથી શકય બન્યું.
શાકભાજીની કાળજી માટે અમે તેને નેટની અંદર રાખી હતી તેથી પતંગીયા તેમજ જીવજંતુથી તેને રક્ષણ અપાવી શકાય. અમારી એક કોબીનું કોળુ બે અઠવાડિયા સુધી ભોજન માટે પુરતુ રહે છે.