- CAA નિયમ એવા નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે જેમણે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતીય નાગરિકતા માટે આશ્રય માંગ્યો હતો.
NAtional News : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અનોખી પહેલ કરી છે. ભારત સરકાર હવે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધર્મના નામે અત્યાચાર ગુજારી રહેલા લોકોને નાગરિકતા આપશે. આ માટે ભારત સરકાર દ્વારા એક વેબ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલમાં છ લઘુમતી સમુદાયો હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે સરકારે આ વેબસાઇટ indianctizenshiponline.nic.in પોર્ટલ શરૂ કરી છે.
CAA કોના માટે
નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA 2019) ના નિયમોની સૂચના પછી ગૃહ મંત્રાલય દ્વારા આ પહેલ જાહેર કરવામાં આવી છે. CAA નિયમ એવા નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે જેમણે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતીય નાગરિકતા માટે આશ્રય માંગ્યો હતો. આ હવે નાગરિકતા સંશોધન અધિનિયમ 2024 તરીકે ઓળખાય છે.