‘આંકડા’ના જાદુગરો ‘કલા’ના માર્ગે
જામનગરના સી.એ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા લોકડાઉનના સમયનો સર્જનાત્મક ઉપયોગ કરી ’હાલ-એ-કોરોના’ નામનું મૌલિક નાટક તૈયાર કરવામાં આવ્યું છે. આઈ.સી.એ.આઈ. જામનગર બ્રાન્ચના ચેરમેન સી.એ. દીપ્તેષ ભૂત, સેક્રેટરી સી.એ. સંજીવ બુધ તા અમદાવાદ બ્રાન્ચ ચેરમેન ડેનીલ શાહના સહયોગી વિદ્યાર્થીઓએ લોકડાઉન દરમિયાન વિવિધ ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળાબજાર, ર્આકિ સંકટ વગેરે વિષય તા ડોક્ટર, પોલીસ, સફાઈકર્મી વગેરે કોરોના વોરિયર્સને બિરદાવતી કવિતા સહિતના કાવસ્તુ સો સમાજમાં કોરોના મહામારી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યી ’હાલ-એ-કોરોના’ નામનું નાટક તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓએ પોતપોતાના ઘરે રહીને આ પ્રયોગાત્મક નાટક તૈયાર કર્યું છે. નાટકમાં અવધ શાહ, બંસી મનીઆર, સી.એ. નવધા ગધેચા, સી.એ. મમતા ચૌધરી, હર્ષ કનખરા, જય મોટવાણી, કરણ અગ્રવાલ, કૌશા કટારિયા, મેગડેલીન ડોમનિક, વૈભવ શાહ તા હર્ષ શાથીએ પરફોર્મન્સ આપ્યું છે. જય મોટવાણી તા વૈભવ શાહએ ડાયરેક્શન કર્યું છે. હર્ષ શાથીએ ઓડીટર તરીકે સેવા આપી છે. સી.એ.ના વિદ્યાર્થીઓનો આ પ્રયોગ પ્રશંસા પામી રહ્યો છે.