- એક વખત યુવતીએ ન્યૂડ કોલ કર્યા બાદ વારંવાર તેવા કોલ કરવા દબાણ કરતો’તો: નંબર બ્લોક કરતાં અજાણ્યા નંબર પરથી ધમકીનો દોર શરૂ કર્યો
સોશિયલ મીડિયામાં અજાણ્યા શખ્સ સાથે મિત્રતા કરવી કેટલી ભારે પડી શકે છે તેનો ચેતવણીરૂપ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એક શખ્સ સાથે ઓનલાઇન મિત્રતા કર્યા બાદ એકવાર ન્યુડ કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડિંગ કરીને સામે વાળો શખ્સ વારંવાર ન્યુડ કોલ કરવા દબાણ કરી રહ્યો હતો. જેના લીધે યુવતીએ બ્લોક કરી તમામ સંપર્ક તોડી નાખ્યા હતા. જે બાદ આ શખ્સે યુવતીનો ન્યુડ વિડીયો તેના જ કાકાને મોકલી નાલાયકીની તમામ હદો વટાવી દીધી હતી. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં રહેતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીનો સોશિયલ મીડિયામાં દિલ્હીના શખ્સનો પરિચય થયા બાદ બંને વાતચીત કરતા હતા જેમાં એક વખત યુવતીએ ન્યૂડ કોલ કર્યો હતો જેનું દિલ્હીના શખ્સે રેકોર્ડિંગ કરી લઇ વારંવાર ન્યૂડ કોલ કરવા દબાણ કર્યું હતું. યુવતીએ સંબંધ તોડી નાખતા તે શખ્સે યુવતીના કાકાના ફેસબુક એકાઉન્ટ પર યુવતીના ન્યૂડ ફોટા-વિડીયો મોકલ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી તે શખ્સની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોક્કસ મોબાઇલ નંબરના ધારક દિલ્હીના સચિન યાદવનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં પોતે મોબાઇલમાં પબજી ગેમ રમતી હતી. ત્યારે સામે પબજી રમતા શખ્સની આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેણે સ્વીકારી હતી. બાદમાં બંને ફેસબુક પર ફ્રેન્ડ બન્યા હતા અને મોબાઇલ નંબરની પણ આપ-લે કરી હતી. ત્યારબાદ બંનેએ વીડિયો કોલ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તે શખ્સે ન્યૂડ કોલ કરવાનું કહેતા યુવતીએ ન્યૂડ કોલ કર્યો હતો જે તેની જાણ બહાર તે શખ્સે રેકોર્ડ કરી નાખ્યો હતો.
ત્યારબાદ તે શખ્સ યુવતીને વારંવાર ન્યૂડ કોલ કરવા દબાણ કરતો હોવાથી યુવતીએ તે શખ્સનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો જેથી તે અલગ અલગ નંબર પરથી ફોન કરી ખુશ્બુને સંબંધ રાખવા દબાણ કરતો હતો.
ખુશ્બુએ વાતચીત કરવાનું બંધ કરી દઇ સંબંધ તોડી નાખતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને યુવતીના કાકાના ફેસબુક એકાઉન્ટ પર યુવતીના ન્યૂડ ફોટા મોકલી દીધા હતા. યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં જે નંબર પરથી તે શખ્સ વાતચીત કરતો હતો તે નંબર દિલ્હીના સચિન યાદવ નામના શખ્સનો હોવાનું ખુલ્યું હતું. અંતે આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપકભાઇ પંડિતે ગુનો નોંધતા પીઆઈ કે.જે.મકવાણાએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
‘સાયકો’ શખ્સને દબોચી લેવા સાયબર ક્રાઇમની ટીમ દિલ્લી દોડી ગઈ
વારંવાર ન્યુડ કોલ કરવા માટે દબાણ કરતા સાયકો શખ્સ વિરુદ્ધ સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવ્યા બાદ ચોક્કસ નંબરના ધારક શખ્સને દબોચી લેવા સાયબર ક્રાઇમની ટીમ દિલ્લી દોડી ગઈ છે. સાયબર પોલીસ ટૂંક સમયમાં જ આ શખ્સને દબોચી રાજકોટ લઇ આવે તેવી પ્રબળ શક્યતા છે.
પબજીની રમત ફરી એકવાર યુવાનો માટે ખતરનાક સાબિત થઇ
પબજી રમત કે જે અગાઉ પણ યુવાધન માટે ખતરનાક સાબિત થઇ ચુકી છે. ભોગ બનનાર યુવતી પણ અગાઉ પબજી ગેમ રમતી હતી. જેમાં દિલ્લીના શખ્સનો સંપર્ક થયો હતો. પબજીથી સંપર્ક કરીને પહેલા ફેસબુક આઇડી અને ત્યારબાદ વોટ્સઅપ નંબર મેળવી યુવતીનો વિશ્વાસ કેળવી ન્યુડ કોલ કરાવી સતત બ્લેકમેલ કરતો હતો. જેથી યુવાધનની સાથોસાથ માતા-પિતાએ પણ તેમના બાળકોને આ ગેમથી દૂર રહેવા સલાહ આપવી હિતાવહ છે.
Back to Inbox