ગત વર્ષની સરખામણીમાં દેશ અને રાજકોટ સેન્ટરનું પરિણામ ઉચું આવ્યું
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલ તેમજ ઈન્ટર પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ બુધવાર, 5મી જુલાઈના રોજ સીએઇન્ટરમિડિયેટ અને સએ ફાઇનલના પરિણામો જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ મે 2023માં આયોજિત થઈ હતી. સીએ ફાઈનલમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની પરીક્ષા આપનારા 25,841 ઉમેદવારો હતા. જેમાંથી માત્ર 2,152 ઉમેદવારો પાસ થયા છે.
સીએની ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપ સહિત 8.33 ટકા ઉમેદવારો પાસ થયા છે. જ્યારે સીએ ઇન્ટર રિઝલ્ટ 2023માં આ વર્ષે બંને ગ્રૂપની પાસ ટકાવારી 10.24 ટકા છે.રાજકોટમાં સીએ ઈન્ટરમાં પહેલા ગુ્રપની પરીક્ષા આપનાર 451 પૈકી 53 તેમજ બીજા ગુ્રપની પરીક્ષા આપનાર 407 પૈકી 116 વિદ્યાર્થીઓ પાસ થયા છે.જ્યારે બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા 370 પૈકીના 31 વિદ્યાર્થીઓ બંને ગુ્રપ ક્લીયર કરી શક્યા છે.
કુલ મળીને 1228 વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા આપી હતી. ટકાવારી મુજબ ગ્રુપ એક નું 11.78 ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગ્રુપ બે માં 28 ટકા પરિણામ અને બંને ગ્રુપનું 8.37 ટકા પરિણામ આવ્યું છે.
આગામી પાંચ વર્ષમાં ચાર્ટડ એકાઉન્ટની માંગમાં ધરખમ વધારો થશે: સી.એ સંજય લાખાણી
ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાન્ચના પ્રમુખ સીએ સંજયભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની માંગમાં ધરખમ વધારો થવાનો છે કારણ કે જે રીતે દેશની હર્ષ વ્યવસ્થા વિકસિત થઈ રહી છે તેની સામે માંગ પણ એટલી જ વધી છે. બીજી તરફ હવે સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના અભ્યાસ શ્રેણીમાં પણ બદલાવ આવ્યો છે અને પહેલા જે પ્રમાણનું પરિણામ આવતું તેનાથી હવે પરિણામ સારી રીતે ઓછું આવે છે જેની પાછળ અભ્યાસ કરાવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત મહત્વની છે. હાલ રાજકોટ સેન્ટર નું જે પરિણામ આવ્યું છે તે પણ અત્યંત આવકાર્ય છે.