દેશભરમાંથી કુલ 93729 માંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ 25.28 ટકા આવ્યુ
ચાર્ટડ એકાઉન્ટન્ટમાં પ્રવેશ માટે લેવાતી સી.એ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થતા ઓલ ઇન્ડિયાનું 25.28 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના 882 વિધાર્થીઓમાંથી 206 વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે એટલે રાજકોટ ચેપટર્સનું 23 ટકા જેટલું પરિણામ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સીએ થયેલા ઉમેદવારોની માંગમાં દિવસે ને દિવસે વધારો થયો છે ત્યારે ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કર્યું તે પણ ઉંચુ આવ્યું છે. ધીઇન્સ્ટીટયુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં જુન-2022 માં સી.એના પ્રવેશ માટે ફાઉન્ડેશનની લીધેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયુ હતુ. જેમાં દેશભરમાંથી કુલ 93729 માંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ 25.28 ટકા આવ્યુ હતુ.
જૂન 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આમ પરીક્ષાનું પરિણામ 29.83 ટકા રહ્યું છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ 27 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 8 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે 29.62 ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 25.28ની ટકાવારી સુચવે છે.