ઓલ ઈન્ડિયા બન્ને ગ્રુપનું 11.09 ટકા પરિણામ, અમદાવાદનું 15.39 ટકા પરિણામ નોંધાયું: અગાઉ લેવાયેલી પરીક્ષા કરતા પરિણામ વઘ્યું
ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની પરીક્ષાનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. જેમાં સી.એ. ફાઇનલમાં રાજકોટના વિવેક બાટવીયા સમગ્ર દેશમાં 40મો રેન્ક મેળવ્યો છે. આ સાથે જ ઇન્ટરમીડીએટનું પણ પરીણામ જાહેરથયું છે. સી.એ. ફાઇનલની પરીક્ષામાં રાજકોટના વિવેક મુકેશભાઇ બાટવીયાએ સી.એ. ફાઇનલની પરીક્ષામાં ગ્રુપ-1 માં 400 માંથી 281 જયારે ગ્રુપ-ર માં 400 માંથી 264 માર્કસ એમ કુલ 800 માંથી 545 માકર્સ મેળવી સમગ્ર દેશમાં 40મો રેન્ક પ્રાપ્ત કરી પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યુ છે.
જયારે સી.એ. ઇન્ટરમીડીએટનું ઓલ ઇન્ડીયાનું બન્ને ગ્રુપનું 12.71 ટકા પરિણામ જાહેર થયું. જેમાં 37428 માંથી 4759 વિઘાર્થીઓ પાસ થયા. રાજકોટ સી.એ. બ્રાન્ચના ચેરમેન જીજ્ઞેશ રાઠોડના જણાવ્યા મુજબ રાજકોટમાં ગ્રુપ-1 માં પ00 માંથી 82 અને ગ્રુપ-ર માં 363 માંથી ઇ.ઓ. એમ બન્ને ગ્રુપમાં 45 વિઘાર્થીઓ પાસ થયા.
ફાઇનલ ઓલ ઇન્ડીયામાં ટોપ પ0 માં અમદાવાદના પાંચ વિઘાર્થીઓનો સમાવેશ થાય છે. આ જ રીતે ઇન્ટરમીડીયેટમાં પણ ઓલ ઇન્ડીયાના પરિણામમાં ટોપ પ0 માં અમદાવાદના કુલ 6 વિઘાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ઓલ ઇન્ડીયા બન્ને ગ્રુપનું પરિણામ 11.09 ટકા અને ઇન્ટરમીડીયેટનું ઓલ ઇન્ડીયાનું પરિણામ 12.72 ટકા આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ સારુ આવ્યું છે અને પરિણામમાં વધારો થયો છે.
ફકત 9 ચોપડી ભણેલાં પિતાના સંતાને સીએ ફાઈનલની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવ્યું
દેશભરમાં સીએ ફાઇનલની પરીક્ષામાં 40મો ક્રમાંક મેળવનાર રાજકોટના વિદ્યાર્થી વિવેક બાટવીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિણામ સમયે આખો પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. પરિણામ આવતાની સાથે જ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. મોટાભાગના પરિવારજનોના આંખમાં ખુશીના આંશુ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું છેલ્લા 6 મહિનાથી હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બિનજરૂરી પ્રવૃતિઓ એકદમ છોડીને મે તૈયારીઓ કરી હતી. મારી સાથે જાણે મારો પરીવાર પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોય તેવી રીતે મને મારાં પરીવારનો સહયોગ મળ્યો છે.
ઇન્ટરમીડીયટમાં પણ મને દેશભરમાંથી 24મો ક્રમાંક મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા અપાયેલા સાહિત્યના અભ્યાસ ઉપર જ વધુ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પરીક્ષાની તૈયારી દરમિયાન મે મોબાઈલ, સોશિયલ મીડિયાનો બિન જરૂરી ઉપયોગ એકદમ બંધ કરી દીધું હતું. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે, આપ સૌ એકદમ ધ્યાન કેન્દ્રીત કરીને અભ્યાસ કરો. અભ્યાસની વચ્ચે બ્રેક લેવો પણ ખુબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સીએ ફાઇનલની પરીક્ષામાં દેશભરમાં 40મો ક્રમાંક મેળવનાર અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિવેક બાટવીયાના પિતા ફકત 9 ધોરણ સુધી જ ભણેલાં છે.