- 1001 વિદ્યાર્થીઓમાં 96 વિદ્યાર્થીઓ થયા પાસ
- બન્ને ગ્રુપમાં 7, ગ્રુપ-1માં 42 અને ગ્રુપ-2માં 47 છાત્રો થયા ઉતિર્ણ
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઇન્ટમિડિયેટનું મે 2022ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જેમાં ઇન્ટરમિડિયેટમાં ગ્રુપ-1નું સરેરાશ પરિણામ 13.30% જાહેર થયું જેમાં 80605માંથી 10717 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા, ગ્રુપ-2નું 12.45% પરિણામ જેમાં 63777માંથી 7943 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા અને બંને ગૃપમાં પાસ વિદ્યાર્થીઓનું 5.46% પરિણામ જાહેર થયું.
જેમાં 24475માંથી 1337 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.તેમાં ટોપ-3 રેન્કર્સ જે ઓરંગાબાદથી રાજન કાબરા 666 ગુણ, 83.25% સાથે પહેલા ક્રમાંકે, ગુવાહાટીથી નિષ્ઠા બોથરા 658 ગુણ, 82.25% સાથે બીજા ક્રમાંકે અને કમ્પટી નાગપુરથી કુનાલ કમલ હાર્દવાની 643 ગુણ, 80.37% સાથે ત્રીજા ક્રમાંકે છે.
તેમજ ઇન્સ્ટીટ્યુડ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઇન્ટરમિડિયેટનું મે 2022ની પરીક્ષાનું રાજકોટ સેન્ટરનું પરિણામ જાહેર થયું. જેમાં બંને ગ્રુપની પરીક્ષામાં 237માંથી 7 પાસ, ગ્રુપ-1ની પરીક્ષામાં 431માંથી 42 પાસ, ગ્રુપ-2ની પરીક્ષામાં 333માંથી 47 પાસ થયા.
રાજકોટમાં બન્ને ગ્રુપમાં પાસ વિદ્યાર્થીઓ જેમાં ધાર્મી પરમાર 490 ગુણ, 61.25% સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે છે. લોદારીયા ધ્રુવી 457 ગુણ, 57.13% સાથે બીજા ક્રમાંક પર તથા માનવ નિર્મલ 451 ગુણ, 56.38% સાથે ત્રીજા ક્રમાંકે છે. રાજકોટ બ્રાન્ચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાઠોડએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.