વિવિધ જ્ઞાતિના આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારોએ લીધી કાર્યાલયની મુલાકાત
શ્રી બાગેશ્વર ધામ ના પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ના રાજકોટ ખાતે યોજાનારા દિવ્ય દરબાર અન્વયે રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા આપી હતી. ભાજપના પ્રમુખ સી આર પટેલ ની સાથે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓ પણ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને બાગેશ્વર ધામના દેવેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના મહા દિવ્ય દરબાર ના આગામી કાર્યક્રમની વિગતો મેળવી હતી.
શ્રી વાઘેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના હોદ્દેદારો યોગીનભાઈ છનિયારા, ભરતભાઈ દોશી, કાંતિભાઈ ઘેટીયા,વિજયભાઈ વાંક વગેરે સાથેની વાતચીતમાં ભાજપના પ્રમુખ સી આર પાટીલે આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર વૈશ્વિક સ્તરે થાય તેવા હેતુથી યોજાઇ રહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના સત્સંગમાં આવવા માટે લોકો ઉત્સુક છે.સી આર પટેલે બાગેશ્વર ધામ સેવા સમિતિના તમામ હોદ્દેદારો સાથે એક ગ્રુપ તસવીર પણ લીધી હતી.
દરમિયાન રેસકોર્સમાં રમેશ પારેખ રંગદર્શન ખાતે ધમધમી રહેલા મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાતે દરરોજ જુદી જુદી જ્ઞાતિના આગેવાનો આવી રહ્યા છે અને કાર્યક્રમને સમર્થન આપીને તેમાં હાજર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છેઆજે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે આગેવાનો કરણી સેનાના કૃષ્ણસિંહજી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય વગેરે પણ આવ્યા હતા અને બાગેશ્વર ધામ સેવા સમિતિના કાંતિભાઈ ઘેટીયા વિજયભાઈ વાંક, કાંતિભાઈ ભૂત અને ચમનભાઈ સિંધવ વગેરે સાથે ચર્ચા કરી કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા આપી હતી.રાજકોટમાં આગામી તારીખ પહેલી અને બીજી જુન એમ બે દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આયોજકો દ્વારા તેની તડામાર તૈયારી ચાલી રહી છે. રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાનારા આ કાર્યક્રમમાં સુંદર બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવનાર છે.રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ અન્ય રાજ્યોના ગામેગામથી પણ રાજકોટના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે લોકો ઉત્સુકતા દર્શાવી રહ્યા છે.