વાવાઝોડુ ત્રાટકે ત્યારે રાહત બચાવની કામગીરી માટેની તૈયારીની કરી સમીક્ષા: તમામ મંત્રીઓને સતત એલર્ટ રહેવા તાકીદ

બિપરજોય વાવાઝોડુ આજે સાંજે કચ્છના જખૌ બંદરે ત્રાટકે તેવી ભીતિ સર્જાય છે. સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાય રહી ે મુખ્યમંત્રી ભુપેન્દભાઇ પટેલ ખુબ જ ચિંતિત છે. આજે સવારે ફરી સી.એમ.એ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જયાંથી તેઓએ વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની તે જિલ્લાના પ્રભારી મંત્રી, જિલ્લા કલેકટર સહીતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી વાતચીત કરી હતી અને વાવાઝોડુ ત્રાટકે ત્યારે રાહત અને બચાવની કામગીરી માટે કેવી તૈયારી છે તેની વિગતો જાણી હતી. જરુરી સુચનાઓ આપી હતી.

બિપરજોય વાવાઝોડુ ગુજરાતમાં આફત નોતરશે. તેવી દહેશત રહેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ છેલ્લા ત્રણ દિવસથી સતત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇ રહ્યા છે. દરમિયાન આજે સવારે 10 કલાકે ફરી સી.એમ. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોચ્યા હતા. તેઓએ વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે માહીતી મેળવી હતી. ગુજરાતમાં આજે સાંજે કયારે વાવાઝોડુ ટકરાવાની શકયતા છે તેની વિગતવાર માહીતી એકત્રીત કરી હતી.

વાવાઝોડાની અસર રાજયના જે જિલ્લાઓમાં થવાની છે તે કચ્છ, મોરબી, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ સહિતના શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રાહત અને બચાવ કામગીરી ના આયોજન માટે રાજય સરકારના જે મંત્રીઓને અલગ અલગ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. તેમની સાથે ઉપરાંત પ્રભારી સચિવ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત પક્ષના હોદેદારો સાથે વાતચીત કરી હતી અને વાવાઝોડા સામે લડવા ઝીરો કેમ્યુલીટી સહિતની તૈયારીઓ અંગે માહીતી મેળવી હતી અને જરુર સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજયની જનતાને પણ વાવાઝોડા સામેની લડતમાં રાજય સરકારનો સાથ આપવા અપીલ કરી છે. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું પાલન કરવું, સ્થળાંતર સહીતની કામગીરીમાં સહકાર આપવા, જર્જરીત મકાન, વૃક્ષો, વીજળીના થાંભલા થી દુર રહેવા પણ અપીલ કરી છે.

રાજય સરકારના તમામ મંત્રીઓ તથા પ્રભારી સચિવોને બીજી સુચના આપવામાં ન આવે ત્યાં સુધી તેઓને ફાળવવામાં આવેલા જિલ્લાઓ ન છોડવા પણ તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.