- મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સંકજામાં
- 7 દિવસના રિમાન્ડ થયા મંજૂર; CIDની પૂછપરછમાં અનેક રાઝ બહાર આવે તેવી શક્યતા
- ઝાલાને આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરાઈ શરૂ
- પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાતના સૌથી મોટા પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા ત્યારે કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. તેમજ CID ક્રાઈમે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તમને જણાવી દઈએ કે પોન્ઝી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું અને એક મહિનાથી ફરાર હતો. તેમજ CID ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડી ઝાલાને દબોચી લીધો હતો. ત્યારે ભુપેન્દ્ર ઝાલાને શુક્રવાર રાત્રિના CID ક્રાઈમે ધરપકડ કરી હતી. ત્યારે આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
કેવી રીતે પકડાયો કૌભાંડી
કૌભાંડી ઝાલાને પકડવા CID ક્રાઈમે 4 દિવસથી મહેસાણામાં કેમ્પ કર્યો હતો. તેમજ 4 દિવસ દરમ્યાન CID ક્રાઈમે વેશ પલટો કર્યો હતો. CID ક્રાઈમે વેશ પલટો કરી ભુપેન્દ્ર ઝાલાની સાથે કિરણસિંહને દબોચ્યો છે. કિરણસિંહનો વારંવારનો સંપર્ક ભુપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતો. આમ, કિરણસિંહના સંપર્કે CID ક્રાઈમને ભુપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો.
મોડી રાત સુધી થઈ કૌભાંડીની પૂછપરછ
BZ કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી તેની પૂછપરછ કરાઈ ભુપેન્દ્રસિંહે લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અને વિગતો બાબતે કરી તપાસ કરાઈ. નાણાંનું રોકાણ ક્યાં થયું અને લોકોને વ્યાજ ચૂકવવા સહિતની બાબતો પર સવાલો કરાયા હતા. મોડી રાત્રે પૂછપરછ બાદ કસ્ટડીમાં સેક્ટર 7 પોલીસ મથકમાં મોકલી અપાયો હતો.