- BZ કૌભાંડ મામલો
- એજન્ટ મયુર દરજીએ 39 રોકાણકારોને 10 હજારથી 1૦ લાખ સુધીનું કરાવ્યું રોકાણ
- મયુર દરજીની જામીન અરજી પર CID ક્રાઈમે કોર્ટમાં સોગંદનામુ કર્યું રજૂ
BZ ગ્રુપ દ્વારા BZ ફાઇનાન્સના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે તપાસ કરી રહેલી CID ક્રાઇમની ટીમને અનેક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિઓ અને અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા. જો કે હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
એજન્ટ મયુર દરજીએ BZ સ્કીમમાં 1 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું
BZ કૌભાંડની તપાસમાં CID ક્રાઈમને મહત્વની જાણકારી મળી છે. CID ક્રાઈમને રેડ દરમિયાન મળેલા એગ્રીમેન્ટની તપાસ કરતા રોકાણકારો અને એજન્ટોની વિગતો સામે આવી છે. તેમજ આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે કુલ 39 રોકાણકારોને BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું છે. એજન્ટ મયુર દરજીએ પોતાના પરિવાર અને અન્ય લોકોનું રૂ.10 હજારથી લઈ 10 લાખ સુધીનું BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હોવાની માહિતી મળી છે. તેમજ મયુર દરજીએ કુલ 39 રોકાણકારોના કુલ 10 હજારથી 1૦ લાખ સુધીનું રોકાણ કરાવ્યું હતું.
મયુર દરજીના SBI એકાઉન્ટમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના એકાઉન્ટમાંથી રૂ.15.60 લાખનું રોકાણકારોને રોકાણ કરાવી કમિશન પેટે મેળવ્યા હતા. તેમજ BZ કૌભાંડ મામલે રોકાણકારો CID ક્રાઈમને નિવેદન આપવા અને ફરિયાદ લખાવવા માટે આવી રહ્યા છે, જેના નિવેદન અને દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે. મયુર દરજીની જામીન અરજી પર CID ક્રાઈમે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે.
પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં CID ક્રાઈમની તપાસ
BZ ગ્રુપના કૌભાંડ મામલે હવે તપાસનો રેલો પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતા. CID ક્રાઈમની ટીમે સાબરકાંઠામાં હિંમતનગરના પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આ પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં PI ફરજ તરીકે બજાવે છે. હિંમતનગર-ઈડર રોડ પર આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરના બંગલામાં તપાસ કરાઈ હતી. જો કે સર્ચ દરમિયાન CID ક્રાઈમને કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નહોતી. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલ કાર પોલીસ ઇન્સ્પેક્ટરને ભેટમાં અપાઈ હતી. વૈભવી કારને લઈને પણ CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે.