ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને નવ રાજ્યનો 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. લોકસભા સીટોમાં- ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા-ગોદિંયા તથા નાગાલેન્ડ સીટો સામેલ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી ઈવીએમ ખરાબ થવાના અહેવાલ આવી રહ્યા છે.
કૈરાના આરએલડી ઉમેદવારે ચૂંટણી પંચને પત્ર લખીને 174 પોલિંગ બૂથ પર ઈવીએમમાં ખરાબીની ફરિયાદ કરી છે. આરએલડીએ એમ પણ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ અને દલિત બહુમતીવાળા વિસ્તારોમાં ખરાબ મશીનો બદલવામાં નથી આવી રહ્યા. બીજી તરફ, મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાના 35 બૂથ પર ઈવીએમમાં ખરાબીના કારણે મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com