મેટ ગ્રાઉન્ડ, હાયફાય લાઇન એરે સીસ્ટમ અને નામાંકિત સિંગરો યુવાઓના હૈયાને થનગનાટ કરાવશે
રાજકોટમાં સમસ્ત પ્રજાપતિ સમાજમાં એકતા, સંગઠન અને વિકાસને વધુ મજબૂત બનાવવા માટે સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ રાજકોટ(SPYG) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય રાસોત્સવ નવરાત્રિનું આયોજન કરેલ છે. તા.06/10/2022 ગુરૂવાર સાંજે 7:00 કલાકે સહિયર ક્લબ, ફનવર્લ્ડની બાજુમાં રેસકોર્ષ મેદાન રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રાઉન્ડમાં 5000 ખેલૈયાઓ રમી શકે તેટલી ક્ષમતા છે સાથે મેટગ્રાઉન્ડ, હાય ફાય લાઇન એરે સીસ્ટમ અને નામાંકિત સિંગરો ‘રાહુલ મહેતા (છલડો અને સોનું સોંગ ફેમ), ઉર્વી પુરોહિત તથા સંચાલન તેજસ શીશાંગીયા, યુવાઓના હૈયાને થનગાટ કરાવશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, સીક્યોરીટી બાઉન્સર, અને સૌપ્રથમ વખત ડ્રાય ગ્રાઉન્ડ જે વરસાદ બાદ અમુક જ સમયમાં રમવા લાયક બની જાય છે. બાળકો અને યુવાઓને પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.
એસપીવાયજીની ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે સતત સાતમાં વર્ષે આ આયોજનમાં ગરબાની સાથે સાથે સમાજમાં કારકિર્દીલક્ષી, સમાજની અર્થવ્યવસ્થા અંગે, વ્યસનમુક્તિ અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, વૃક્ષારોપણ, રક્તદાન જાગૃતિ તેમજ અંગદાન અભિયાન જેવા સામાજિક જાગૃતિના કાર્યો માટે મહાઅભિગમ હાથ ધરેલ છે. પાસ મેળવવા માટે:- રાજેશ વેફર્સ, સંતકબીર રોડ, રાજકોટ, બાલાજી એક્ષિમ, 412, આર.કે.એમ્પાયર, મવડી ચોકડી, રાજકોટ, ટ્રેકોન કુરિયર, દિવ્ય પ્રકાશ કોમ્પ્લેક્સ, પંજાબ હોન્ડા શો-રૂમની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ, માલધારી સોસાયટી, શિવનગર-2, ચામુંડા ફ્લોર મિલ, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ, 208 નક્ષત્ર-7, બાપાસીતારામ ચોક રૈયા રોડ, રાજકોટ, તપસ્વી આર્ટ, કારડીયા રાજપુતની વાડીની બાજુમાં મવડી ચોકડી, રાજકોટ.મુખ્ય આયોજક ટીમ:- અબતકની શુભેચ્છા મુલાકાતે અતુલ સુરાણી-982526 8263, જાબાલ કટકિયા- 9898154153, વિજય મુલિયા-9879977007, અનીલ મુલિયા- 756761 0023, વીકી ટાંક- 968727 2726, અનીલ ચૌહાણ-9879498990, અમિત પ્રજાપતિ-9825415833, મહેશ ભરડવા-823878 8188, દિલીપ વેગડ- 9016306 069 હાજર રહ્યા હતાં.