નાના-મોટા શહેરોમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ; હોટેલો, કલબ, ફાર્મહાઉસ રહ્યા સુમસામ
રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ધમાકેદાર બનાવવા દિવસો અગાઉથી જ તૈયારીઓ આરંભી દેવાય છે. પરંતુ કોરોનાનો કાળ ચક્ર ફરી વળતા ગતવર્ષે લોકો કોઈ તહેવારો, પ્રસંગો ઉજવી શકયા નથી. થર્ટી ફર્સ્ટે લોકોનાં મ્યુઝીકલ નાઈટ, ડિજેના તાલે ડાન્સ કરવાનાં સપના રોળાયા છે. દર વર્ષે ન્યુ યરની ઉજવણીએ દિવાળી જેવો માહોલ જામે છે. રાત પડતા જ યુવા હૈયાઓ હિલોળે ચડે છે.પરંતુ આ બધી મોજમજા કોરાણે મૂકી લોકોએ પોતાના ઘરમાં જ ન્યુ યરની ઉજવણી કરવી પડી હતી. રાત્રીનાં ૯ વાગ્યા બાદ કર્ફયુની અમલવારી હોવા છતાં લોકો રખડતા જોવા મળ્યા હતા. કોઈ પણ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તે માટે તમામ નાના-મોટા શહેરોમાં પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમજ કારણ વગર આંટાફેરા મારતા લોકો પર ઘોંસ બોલાવી હતી.
ઉના
થર્ટી ફર્સ્ટ અંતર્ગત ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી કડક સૂચના થી પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી પી.એસ.આઇ રાજ્યગુરુ પોલીસ સ્ટાફે નાળિયામાંડવી નજીકના ઢુરાપાસે તથા દેલવાડા ચોકડી પાસે વોચ ગોઠવી અને વાહનોમાં આવતા તમામ લોકોનું સધન ચેકીંગ કરતા તા,૨૫,૧૨, ,૨૦૨૦, થી,૩૧,૧૨,૨૦૨૦ સાંજના છ વાગ્યા સુધીમાં ૧૭૦ લોકોને કેફી પીણું પીધેલી હાલતમાં પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરેલ જ્યારે નવાબંદર મરીન પોલીસે ૧૦,કેસ તથા ગીર ગઢડા પોલીસે ૧,કેસ કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડતા દીવ જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભુજ
થર્ટી ફર્સ્ટની રાતના પશ્ર્ચિમ કચ્છ પોલીસ એસ.પી.સુભાષસિંગ દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલીસ હોમગાર્ડએ સઘન પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું હતું.
કોડીનાર
થર્ટીફર્સ્ટ ઉજવવા દીવ ગયેલા ગુજરાતવાસીઓ ત્યાંથી દા પીને પરત ફરતા લોકોને કોડીનારના બાહોસ ઈનચાર્જ પી.આઈ.સંદીપસિંહ એન ચુડાસમા અને સર્વોલેન સ્કોડના જાંબાઝ પી.એસ.આઈ.આર.આર.ગરચર તેમજ પી.એસ.આઈ.માલી તેમજ પી.એસ.આઈ.ડાંગર તેમજ તેમની પોલીસ ટીમએ શેહરના ચેક પોસ્ટોમાં વોચ ગોઠવી વાહનોની તલાસી લેતા તેમા દીવથી દારૂ પીને આવતા ગુજરાતના અલગ-અલગ શહેરોના ૫૭ શરાબીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરતા દીવ તરફથી દારૂ પીયને આવતા તમામ શરાબીઓમાં ફળફળાટ વ્યાપી ગયો હતો.
મોરબી
મોરબી એસપી એસ આર ઓડેદરા દ્વારા ૩૧ ડિસેમ્બર ના રોજ સઘન પેટ્રોલિંગ ના આદેશ કરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળીયા વાંકાનેર ટંકારા હળવદ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગમાં મોરબી એસપી એસ આર ઓડેદરા, એલસીબી પીએસઆઇ એન બી ડાભી,એસઓજી પીઆઈ જે એમ આલ,એ ડીવીઝન પીએસઆઇ વી આર શુક્લ સહિતના પોલીસકર્મીઓની ટિમે મોડી સાંજથી સઘન પેટ્રોલીગ હાથ ધર્યું હતું જેમાં મોરબી માળીયા હળવદ વાંકાનેર મળી કુલ ૩૦૦ થી વધુ પોલીસ કર્મીઓનોને બંદોબસ્ત આપવામાં આવ્યો હતો.
જેમાં ડ્રન્ક એન્ડ ડ્રાંઈવની આ ખાસ પહેલમાં તમામ નાના મોટા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નબીરાઓને કાબુમાં રાખવા ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડમાં કફર્યુમાં રખડતા શખ્સો દંડાયા તમે થર્ટી ફર્સ્ટ ઉજવશો તો અમારી પણ થર્ટી ફર્સ્ટ ઉજવાશે…
રાજકોટ શહેર પોલીસે કફર્યુની કડક અમલવારી કરાવી: સીપી મનોજ અગ્રવાલ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રી કફર્યુ લાગ્યું છે. રાજય સરકારની સ્પષ્ટ સુચના અનુસાર રાત્રી કફર્યુની ચુસ્ત અમલવારી કરાવાઈ રહી છે. કોરોના મહામારીના સમયમાં ૨૦૨૦ની બાય..બાય.. ઘડીએ કોઈપણ જાહેર પ્રોગ્રામ ન થાય તે માટે રાજકોટ શહેર પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે રહ્યા છે અને બધી જગ્યાએ કડક અમલવારી કરાવી રહ્યા છે.
પ્રજાજનોને પણ અપીલ છે કે લોકો કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે. અમે આખા વર્ષનું એનાલીસીસ કર્યું જેમાં રાજકોટ શહેરમાં ગત વર્ષે ગુનાખોરી પણ ઘટી છે ત્યારે રાજકોટ શહેર સ્માર્ટ સિટી, ગ્રીન સિટી બન્યું છે તેવી જ રીતે સેફ સીટી તરીકે પણ સંપૂર્ણ રીતે જાહેર થાય તેવી આશા વ્યકત કરી હતી. રાજકોટ શહેર પોલીસે તમામ રાજમાર્ગો પર સઘન ચેકિંગ હાથધર્યું હતું અને રાત્રીના ૯ વાગ્યા બાદ કારણ વગર આંટાફેરા કરતા લોકો પર ધોસ બોલાવવામાં આવી હતી.