સ્ટાર કાસ્ટ અને ગાયક કલાકારો, ખેલૈયાઓને ડોલાવશે
રાજકોટમા નવરાત્રિ મહોત્સવના રંગ સુરતાલ અને ભકિતભર્યા માહોલ વચ્ચે એક દિવસીય નવરાત્રિના અનોખા આયોજન સાથે બાય બાય નવરાત્રિ એરોસીટી નવરાત્રિમાં વિજેતા પ્રિન્સ-પ્રિન્સેસને અડધા ભાવે પ્લોટનું ઉપહાર અપાશે. ‘અબતક’ ની મુલાકાતે આવેલ સાગરભાઇ શ્રીમાળી, કિર્તન ઠકકરે જણાવેલ કે અયોઘ્યા ચોક સીનર્જી હોસ્પિટલ સામે વેલવેટ પાર્ટી પ્લોટ ખાતે તા. 5 ઓકટોબર બુધવારે સાંજે યોજાનારા આ રાસોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસ વિજેતાઓન હિરાસર એરપોર્ટ ખાતે વેલોસીટીમાં અડધા ભાવે 100 વારનો પ્લોટ આપવાનો ઉપહાર અપાશે.
કોરોનાના લાંબા સમયગાળા બાદ સરકારની મંજુરી મળ્યા બાદ રાજકોટનું યુવા ધન ફરીથી 2022 માં દાંડીયાના તાલે ધુમી રહ્યા છે અને પોતાની કલા બતાવી રહ્યા છે, ત્યારે નવરાત્રી બાદ અતુલભાઇ વાઘેલા, યોગેશભાઇ સોલંકી, સાગરભાઇ શ્રીમાળી, રંજનીશભાઇ સારોખડા, મયુરભાઇ ચાવડા દ્વારા બાય બાય નવરાત્રિનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ છે.આ બાય બાય નવરાત્રિમાં સુપ્રસિઘ્ધ મુવી એવું છે જે છેલ્લો દિવસ પ્રખ્યાત કલાકાર અભિનેતા, ડાયરેકટર જયક્રિષ્ન રાઠોડ, સેલીબ્રીટ અને ગેસ્ટ તરીકે પ્રખ્યાત સીગર પુનમબેન ગોંડલીયા અને શીતલબા રાજપુત ગાયક કલાને સંગે સીને ગરબે ઘુમવા માટે મજબુર કરાઇ છે.