વર્ષ ર૦૧૯ મહેસુલી ક્રાંતિનું, વહીવટી કામનું થયું ડિજિટલાઇઝેશન : એડી. કલેક્ટર પરિમલ પંડ્યા
વર્ષ ર૦ર૦માં અરજદારોને મળશે આધુનીક જનસેવા કેન્દ્રની ભેટ, તમામ કામો એક છત નીચે લાઇનમાં ઉભા રહ્યા વગર થશે
એડી. કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ માં મહેસુલી વિભાગ દ્વારા ડીજીટલાઇઝેશનની કામગીરીમાં નોંધપાત્ર વધારો કરાયો છે. ઓનલાઇન તથા પ્રિમીયમ સેવાઓ શરુ કરવામાં આવી. ઓનલાઇન વારસો એન્ટ્રીઓ, આર.એફ.એમ.એસ. (રેવન્યુ ફાઇલ મોનીટરીંગ સિસ્ટમ) ને પણ અમલી બનાવાઇ જેના મારફતે કોઇપણ અરજી આર.એફ. એમ. એસ. હેઠળ આવે તો તેનો નિકાલ ઓનલાઇન કરી દેવામાં આવે છે. જેથી વનટાઇમ કોડ જનેરર થતાં સમગ્ર ફાઇલ અંગે હાલ ચાલ મળવા પાત્ર હોય છે. આઇ. આર. સી.એમ.એસ. માં ચાલતા તમામ મહેસુલી કેસોની નોંધ કરવામાં આવે છે જેથી લોકો આર. આર. સી. એમ. એસ. હેઠળ ચાલતી ફાઇલ અંગેની માહીતી મેળવી શકે છે. બીનખેતી પ્રીમીયત જેવા કેસો બુધવારના રોજ ઓપન હાઉસના મારફતે નકકી કરવામાં આવે છે. જેનું એક પાત્ર કારણ એ છે કે અરજદારોને કોઇપણ તકલીફ નો સામનો ન કરવો પડે,
મુખ્યમંત્રીના નેજા હેઠળ મળેલી એઇમ્સની મંજુરી મળેલ છે. જે અંતર્ગત ૨૦૦ એકર જમીનનો કબ્જો અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. સાથો સાથ ગ્રીનકિલ્મ એરપોર્ટ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અને સરકારી જમીનનો કબ્જા એરપોર્ટ ઓથોરીટીને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત ખીરસરા ખાતેનો જીઆઇડીસી પ્રોજેકટને પણ મંજુરી મળી છે.
ર૬ જાન્યુઆરી પજાસત્તાક દિનની ઉજવણી રાજયકક્ષા સ્તર પર રાજકોટ ખાતે થવાની છે ત્યારે એ જ દિવસે જનસેવા કેન્દ્રનું પણ લોકાપર્ણ કરવામાં આવશે જેની હવે પ્રજાને લાંબી કતારમાં ઉભું રહેવું નહી પડે.આ જનસેવા કેન્દ્ર કોર્પોરેટ ટાઈપ થશે તેમાં બેંકોની જેમજ ટોકન સીસ્ટમ હશે અરજદારો માટે સેન્ટ્રલી એસી વેઈટીંગ રૂમ બનાવવામાં આવશે. જયાં અરજદારોએ પોતાના ટોકનનો નંબર ન આવે ત્યાં સુધી રાહ જોવાની રહેશે. બાદમાં નંબર આવ્યે જેતે કાઉન્ટરે જવાનું રહેશે. આ જનસેવા કેન્દ્રની ભેટ અરજદારોને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી દરમ્યાન મળવાની છે. આ પ્રકારે દરેક તાલુકાઓમાં વ્યવસ્થા કરવામાં વનાર છે. માટે આવનાર વર્ષ ૨૦૨૦ થીઅરજદારોના વહીવટી કામકાજો ખૂબ સરળતાથી થવાની છે.