દર્દીઓની સારવાર અને સુવિધાઓમાં સતત વધારો થતો રહે તેવા પ્રયત્નો કરતા રહીશું :તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા
અબતક સાથેની વાતચીતમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૯ પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલ માટે એક ખૂબજ સરસ ભેટ લઈને આવેલું કે જે સૌરાષ્ટ્રની તમામ જનતા માટે રૂા.૧૫૦ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગ સૂપર સ્પેશિયાલીટી બ્કનું બે દિવસ પહેલા લોકાર્પણ કરી ભેટ પ્રાપ્ત થઈ આશરે ૮ સૂપર સ્પેશિયાલીટીના વિભાગો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રભરનાં ગર્વમેન્ટ હોસ્પિટલમાં ન હોય તેવી સગવડતાઓ અને લેટેસ્ટ ઈકવ્યુમેન્ટથી સજજ સૂપર સ્પેશિયાલીસ્ટ બ્લોક ૨૦૧૯માં સૌરાષ્ટ્રભરનાં લોકોને ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ તેમજ ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા તરફથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં જ ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુશન ઓફ મેડીકલ સાયન્સ રાજકોટને ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ૨૦૦ એકર જમીન ખંઢેરી પાસે ફાળવવામાં પણ આવી છે. અને આગામી ૨૦૨૦માં તેનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવશે.
૨૦૧૦ વર્ષની યાદગીરી તરીકે જોઈએ તો સૌરાષ્ટ્રની ધરામાં દાતાઓ મળી જ રહે છે. ત્યારે ૨૦૧૯માં એચ.ડી.એફ.સી. બેંક તરફથી આશરે રૂા.૨૨ લશખના ખર્ચે બ્લડ ડોનેશન વાનની ભેટ મળી ઉપરાંત એફએરેસીસ્ટ મશીન પણ બ્લડ બેંક ખાતે વસાવ્યું મેટરનલ ચાઈલ્ડ હેલ્થ સેન્ટરનું બિલ્ડીંગ જે જૂની ઝનાના હોસ્પિટલ ખાતે આકાર લઈ રહ્યું છે. તેનું ખાતમૂહૂર્ત પણ થયું. સાથોસાથ આપણા ગાયનેક વિભાગને ટ્રેનીંગ સેન્ટર તરીકે વિકસાવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. જયાં નર્સીસને પ્રોફેસરોની અંડર તાલીમ આપશે. ગાયનેક અને પીડયાટીક વિભાગ અંતર્ગત ૧૦૦૦ દિવસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો જે ગર્ભમાં રહેતા બાળકને જન્મ બાદ પણ સંપૂર્ણ સારવાર મળે અને જરૂરી તમામ સારવારથી ભવિષ્ય તંદુરસ્ત રહે તેના માટે મહેનત કરવામાં આવી રહી છે. આ ૧૦૦૦ દિવસ યોજના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે જ યોજનાને અંતર્ગત સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું. ઉપરાંત જન્મજાત મુકબધીર બાળકોએ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી અને હાલ તે બાળકો બોલતા થયા છે. તે જોઈ ખૂબ આનંદની લાગણી થાય છે. ૨૦૧૯માં કાયાકલ્પમાં પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલને ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું. હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કર્યો.
આગામી ૨૦૨૦ના વર્ષમાં ઓર્ગન ડોનેશન અવેરનેસનો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ તે ઉપરાંત રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા સ્ક્રીન બેંકના સાધનો પણ ભેટ આપવામાં આવ્યા છે. સરકાર તરફથી પરમિશન મળવાની સાથે જ દર્દીઓને સ્કીન બેંકની સુવિધાઓનો લાભ મળી રહેશે મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન પણ ચલાવીએ છીએ ટી.બી ક્ષેત્રે પણ એમ.ડી.આર. ટી.બી.ની ખર્ચાળ સારવાર અને દવાઓ નિ:શુલ્ક સિવિલ હોસ્પિટલ ખાતેથી શરૂઆત કરવામાં આવી. ત્યાર બાદ યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્ર આંબલાણી સાથે યુરોલોજી કેમ્પનું પણ આયોજન કયુર્ંં.
ખાસ ૨૦૧૦માં દર્દીઓને હાલાકી ન ભોગવી ન ભોગવી પડે તે માટે ભૂતપૂર્વ આરોગ્ય કમિશ્નર અને વર્તમાન આરોગ્ય સેક્રેટરી ડો. જયંતી રવિ મોહનના માર્ગદર્શન હેઠળ ઈ-રીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. ૧૦૮ એમ્બ્યુલન્સમાં મળતી સુવિધાઓથી સજજ સીવીલ હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓને સ્થળાંતર માટે ઈ-રીક્ષા શરૂ કરવામાં આવી.૨૦૧૯માં મળેલી અદભૂત સૂપર સ્પેશ્યાલીસ્ટ બ્લોકની ભરતી માટે પણ ભવિષ્યમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે સેનેટરી પેડ મશીન પણ મૂકવામા આવ્યું. આ ઉપરાંત સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ, આઈ.સી.યુ. મશીન, બેરા અને ઈમરજન્સી વોર્ડમાં પાંચ એ.સી.ની. ભેટ પણ આપવામાં આવી હતી.આ રીતે ૨૦૧૯માં વિવિધ પ્રવૃત્તિઓ થકી દર્દીઓને લાભ થાય, રેસીડેન્ટ તબીબોને કામ કરવામાં પર મજા આવે નવા નવા સાધનો આવ્યા જેમાંથી તમામ લોકોને કાંઈક નવુ મળ્યું અને ગર્વમેન્ટ હોસ્પિટલની છાપ સુધારવા સતત પ્રયત્નો કરીએ છીએ.૨૦૨૦ સિવિલ હોસ્પિટલનો માસ્ટર પ્લાન રીવાઈસ કરવા જઈ રહ્યા છીએ. ઓવરબ્રીજના કારણે જે જમીન કપાતમાં આવશે એના બદલામાં બીજી જમીનની માંગ કરી છે. ત્યાં પણ વિકાસ કરીશું અને જૂના બિલ્ડીંગને પાડી ખાસ મલ્ટીસ્પેશીયાલીસ્ટ વિભાગ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જયારે મેડીકલના વોર્ડને પણ નવા અધતન અને વિશાળ બનાવવા માંગીએ છીએ. સાથે ઈમરજન્સી વોર્ડને પણ અધ્યતન કરાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. સીવીલ હોસ્પિટલમાં સાધનો અને સારવારમાં સુધારા અને વધારો કરવા માટે અસંખ્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત એમ્બ્યુલન્સ, આઈસીયુ. ઓન વ્હીલ્સ પણ વસાવવા માગીએ છીએ અને આશા રાખીએ કે ૨૦૨૦માં જેટલુ આયોજન કરીએ એ સફળ થાય અને દર્દીઓને પણ બને તેટલી વધુ રાહત આપી શકીએ.