પીડીયુ મેડિકલ કોલેજને સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ થશે: ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ
‘અબતક’ સાથેની વાતચીતમાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવીબેન ધ્રુવ ૨૦૧૯ની યાદગાર પળો વગોડતા જણાવ્યું હતું કે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ એક સારી લાગણી થાય છે અને આગામી વર્ષ ૨૦૨૦ એટલે ટવેન્ટી ટવેન્ટીનું વર્ષ છે એટલે જે રીતે ટવેન્ટી-ટવેન્ટી મેચમાં બેટીંગ કરીએ એ રીતે જ ૨૦૨૦ના વર્ષમાં પુર જોશમાં કામ પણ કરવું છે. એવા વિચાર સાથે બધાનું આગામી વર્ષ સુખાકારી નીવડે અને હોસ્પિટલની મુલાકાત ઓછી લેવી પડે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. અને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓ અને મેડીકલ કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે સારી સેવાઓ આપી શકીએ તેવી ભગવાન નવા વર્ષમાં શકિત આપે તેવી પ્રાર્થના છે. આગામી ૨૦૨૦નું વર્ષ પી.ડી.યુ. મેડીકલ કોલેજ માટે પણ એટલે મહત્વપૂર્ણ છે. કારણે આગામી વર્ષ પી.ડી.યુ. મેડીકલ કોલેજને ૨૫ વર્ષ પૂર્ણ થશે. માટે તેની રજત જયંતિ ઉજવા માટે હું મારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહીત છીએ.
૨૦૧૯નું વર્ષ ઘણી બધી ઘટનાઓથી ભરપુર રહ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સુપર સ્પેશિયાલીટી બ્લોકનું લોકાર્પણ કર્યુ જે રાજકોટના ઇતિહાસમાં ખુબ અગત્યની વાત છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રભરના દર્દીઓને સુપર સ્પેશિયાલીટી સારવાર અત્રે જ પ્રાપ્ત થશે. એવું જ એક અગત્યનું અને મોટી અચિવમેન્ટ કહી શકાય એવું ગુજરાતમાં એઇમ્સની ભેટ રાજકોટમાં મળી છે તો આ બે સૌથી મોટી ભેટ માટે ૨૦૧૯નું વર્ષ યાદગાર બની રહેશે.બીજા મુદ્દાઓ પર નજર કરીએ તો ૨૦૧૯માં વર્ષમાં મેડીકલ કોલેજમાં એક સૌથી સારુ કાર્ય એ પણ થયું કે અત્યાર સુધી ૧૫૦ સીટ સુધી ઇન્ટેક હતો જે હવે ઇ.ડબલ્યુ એસ. અંતર્ગત ર૦૦ સીટ કરવામાં આવી જે ખુબ અગત્યનો નિર્ણય કહી શકાય. અને જુન ૨૦૧૯માં પણ લાઇબ્રેરી સાયન્સની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેને ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો. ત્યારબાદ ૧લી ડીસેમ્બર જે ‘વર્લ્ડ એઇડસ ડે’તરીકે ઉજવીએ છીએ ત્યારે પી.ડી.યુ. મેડીકલ કોલેજને અને બ્લડ બેંકને હાઇએસ્ટ બ્લડ ડોનેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો. સાથો બ્લડ બેંકનું વધુ એક મહત્વનું બ્લડ બેંકમાં એઅઆરએસીસ મશીન કે જે પ્લેટ રેટ માટેનું ખાસ ગણી શકાય તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ૨૦૧૯નું વર્ષ આવી ઘણી યાદગીરી સાથે સફળ રહ્યું છે.આગામી ૨૦૨૦ માં નવી યોજનાઓ સાથે પી.ડી.યુ. મેડીકલ કોલેજ માટે એક મહત્વનું વર્ષ છે. કારણ કે પી.ડી.યુ. મેડીકલ કોલેજને રપ વર્ષ પૂર્ણ થશે જેના માટે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સુક છે. જેને ઉજવા માટે યાદગાર બનાવવા માટે કામગીરી શરુ કરવામાં આવશે જેના ભાગરુપે જુના વિદ્યાર્થીઓને એકત્રિત કરી સાથે સેલેબ્રિટ કરવાનો પ્લાન ચાલી રહ્યો છે.