આજી નદી પાસેથી બાળકનું માથુ મળી આવ્યું તે કેસ પડકારજનક: એ.સી.પી ટંડેલ
અબતક સાથેની વાતચીતમાં એસ.સી.પી. ટંડેલ જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૯ દરમિયાન ઘણા બધા અમારા વિસ્તારમાં બંદોબસ્ત આવ્યા જે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ તહેવારો-પ્રસંગો ઉજવાય તે માટે પોલીસ સ્ટાફે ખૂબ સારી કામગીરી બજાવી છે.
પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત વચ્ચે પ્રોસેસ અને તહેવારોની ઉજવણી ખૂબ શાંતિપૂર્ણ અને હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવ્યા પોલીસ દ્વારા હાલ તાજેતરમાં જ એક નાસતા ફરતા દુષ્કર્મના આરોપીને લાલપરી તળાવ પાસેથી પાણીમાં તરીને જઈ એ આરોપીને ઝડપી પાડયો હતો. જે ખૂબ પ્રસંશનીય કામીગરી કરી છે.
ગત વર્ષમાં રૂખડીયાપરાની આજી નદીના કિનારે બાળકનું માથુ મળી આવ્યું હતુ જે કેસ હજુ સુધી અનડીટેકટ છે. જેને શોધવાના પ્રયત્નો હજુ પણ ચાલુ છે જે કેસ અમારા પાસે ખૂબ પડકારજનક છે.
આગામી ૨૦૨૦ માટે ગુનાખોરી પ્રવૃત્તિઓ ઘટે અને કાનૂની વ્યવસ્થા ઝળવાય રહે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબની કામગીરી હેઠળ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગૂનાઓ ઘટાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.