પોલીસ કમિશનરની સુરક્ષા કવચ એપની ભેટ ખૂબ ઉપયોગી નીવડી: પી.આઇ. ગઢવી
ભકિતનગર પોલીસ સ્ટેશન પી.આઇ. વી.કે. ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૨૦૧૯નું વર્ષ ઇલેકશન યર હતું.
લોકસભાના ઇલેકશન આ વર્ષમાં શાંતિમય વાતાવરણથી પૂર્ણ થયેલા ખાસ કરીને રાજકોટમાં શાંતિ જળવાઇ તેમાં સી.પી. મનોજ અગ્રવાલનું માર્ગદર્શન ખુબજ ઉપયોગી થયું. આ વર્ષ રાજકોટ શહેર પોલીસને વી.પી. સાહેબ તરફથી સુરક્ષા કવચ લીધે શહેરના તમામ ટપોરી, બુટલેગરો, નાની મોટી ચોરી કરતા લોકોની ફોટોગ્રામ સાથેની માહીતી ઓનલાઇન ઉપલબ્ધ છે. પોલીસના કર્મચારીઓ તેવા લોકોની ઘરે જઇ તેમનો ફોટો પાડી હાલ એમની શું પ્રવૃતિઓ છે કયા લોકેશન પર છે તે પણ ચેક કરી શકે છે.એપ્લીકેશનથી ખુબ જ ફાયદો થયો છે. આ વર્ષના અંતે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ૯૬ જેટલા ગુનાઓ ઘટયા છે. મેજર હેડના ગુના એટલે ઇજા, મારામારી, ૩૦૨, ૩૦૭, લુંટ ઘરફોડચોરીના ગુનો અનડેટેકટ રહેલો નથી. ખાસ તો ભકિતનગર પોલીસ સ્ટેશને ૩૮ પાસા કે જે રાજકોટના પાસાના ૫૦ ટકા છે. આ ઉપરાંત એક કોપર ચોરી ગેંગ, એક સિકલીગર ગેંગ પકડેલ છે. અવિશેષ કોપર ચોરીમાંથી ૧૪૦૦ કિલો જેટલી કોપરની રીકવરી કરી હતી.