આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2022 પૂર્ણ થવાને આરે છે. હવે નવા વર્ષને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસે બાકી રહ્યા છે. આ વર્ષમાં આપણે ઘણી એવી યાદ વાગોળી હશે જે આપણા માટે ખરાબ પણ હતી અને સારી પણ હતી. આ વર્ષમાં આપણે ઘણી એવી પ્રવૃત્તિ કરી હશે જેનાથી આપણને આનંદ પણ મળ્યો હશે અને પસ્તાવો પણ થયો હશે. બોલીવુડ દ્વારા પણ આવી ફિલ્મો કરવામાં આવી છે જેના બજેટ વધુ પણ ફિલ્મો ફ્લોપ ગઈ છે. તો ચાલો જાણીએ એવી ટોપ ૧૧ ફિલ્મો વિશે જેણે વર્ષ 2022 માં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે.

વર્ષ 2022માં બોક્સ ઓફિસની દૃષ્ટિએ બોલિવૂડ માટે કંઈ ખાસ રહ્યું નથી. એકાદ-બે ફિલ્મોને બાદ કરતાં મોટા કલાકારોની મોટા બજેટની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી, જેને દર્શકોએ સદંતર નકારી કાઢી હતી. ચાલો જાણીએ તેવી ફ્લ્મો વિશે:

૧) જયેશભાઈ જોરદારઃ

Screenshot 5 16

13 મે 2022ના રોજ રીલિઝ થઈ હતી તેમાં બોલિવૂડના ફેમસ એક્ટ્રર રણવીર સિંહ લીડ હીરોની ભૂમિકા ભજવી હતી. દિવ્યાંગ ઠક્કર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું કુલ બજેટ 86 કરોડ જણાવવામાં આવ્યું હતું, પરંતુ તે બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી ન હતી અને ફિલ્મને માત્ર 26.13 કરોડ જ મળ્યા હતા.

 

૨) સમ્રાટ પૃથ્વીરાજ:

prithviraj song 1653912297

બોલીવુડના ફેમસ એક્ટ્રર અક્ષય કુમાર જે કોઈ પણ ભૂમિકા ભજવવામાં માહિર છે ત્યારે તેની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ ગઈ હતી. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 3 જૂન 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બનાવવામાં લગભગ 150 થી 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 90.32 કરોડની જ કમાણી કરી હતી.

૩) રક્ષા બંધન:

raxabandhan

આ વર્ષમાં કુમારને સતત ત્રણ ફિલ્મોમાં નિષ્ફળતા મળી હતી તેમાંની એક ફિલ્મ હતી રક્ષા બંધન. અક્ષય કુમારની આ ફિલ્મથી નિર્માતાઓને જેટલી અપેક્ષા હતી આ ફિલ્મનું કલેક્શન તેટલું થયું નહોતું. આનંદ એલ. રાય દ્વારા આ ફિલ્મમાં લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 62.62 હતું.

૪) બચ્ચન પાંડેઃ

bachchn pande

બોલિવૂડના દિગ્ગજ કલાકાર અક્ષય કુમારની આ ત્રીજી ફિલ્મ હતી જે ફ્લોપ ગઈ હતી. આ ફિલ્મ 18 માર્ચ, 2022ના રોજ રીલિઝ થઈ હતી. ફરહાદ સામજી દ્વારા આ ફિલ્મને બનાવવામાં લગભગ 165 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 73.17 કરોડની જ કમાણી કરી હતી.

૫) ધાકડ:

dhakad

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત જે હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે તેણીએ ધાકડ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેની સાથે અર્જુન રામપાલે ફિલ્મમાં જોવા મળ્યા હતા. 20 મે 2022ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. રજનીશ ઘાઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ લગભગ 85 કરોડ હતું, પરંતુ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન આશ્ચર્યજનક હતું. આ ફિલ્મ કુલ 2.5 કરોડ જ કમાઈ શકી.

 

૬) હિરોપંતી 2 :

heropanti 2 movie review 002

બોલીવુડના ટાયગર એટલે કે ટાયગર શ્રોફને આપણે ફિલ્મ હિરોપંતીથી ઓળખીએ છીએ જેના દ્વારા તેને બોલીવુડમાં એન્ટ્રી કરી હતી ત્યારે એની જ સિક્વન્સ ફિલ્મ હિરોપંતી ટુ તેના માટે ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે તારા સુતારિયા લીડ એક્ટ્રેસમાં જોવા મળી હતી,રિપોર્ટ્ અનુસાર, 70 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર 35.13 કરોડની જ કમાણી કરી શકી હતી.

૭)અટેક પાર્ટ 1:

atteck 5

બોલીવુડના ફેમસ અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ અટેક ( પાર્ટ ૧ )1 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થઈ હતી. લક્ષ્ય રાજ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને બનાવવામાં લગભગ 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી કુલ 22.07 કરોડ થઈ હતી.

૮) લાલ સિંહ ચઢ્ઢાઃ

94319 aamir khan dan kareena kapoor

બોલીવુડના પરફેક્ટ હીરો એટલે કે આમીર ખાન જે પોતાની ફ્લ્મોને રેકોર્ડ બ્રેક કમાણી તરફ લઇ જઈ શકે છે તેને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને બનાવવા માટે લગભગ રૂ. 180 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 129.64 કરોડની આસપાસ હતું.

 

૯) જર્સી:

jersey

બોલીવુડના કબીર સિંહ તરીકે મશહુર પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરને ફિલ્મ જર્સીમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી. આ ફિલ્મ ઘણી પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ રોગચાળાને કારણે, તે 22 એપ્રિલ 2022 ના રોજ રીલિઝ થઈ. ગૌતમ તિન્નાનુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ 80 કરોડ જણાવવામાં આવ્યું હતું, જ્યારે ફિલ્મની કુલ કમાણી માત્ર 27.9 કરોડ હતી.

૧૦) શમશેરાઃ

shamshera 1

રણબીર કપૂરની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર તેની ખાસ અસર જોવા મળી ન હતી અને ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ લગભગ 150 કરોડ હતું, પરંતુ ફિલ્મની કુલ કમાણી માત્ર 63.58 કરોડની આસપાસ જ હતી.

11) સર્કસ:

Ranveer Singh Cirkus 16521643093x2 1

કહેવામાં આવે છે કે બોલીવુડમાં રોહિત શેટ્ટીની ફિલ્મો હંમેશા હીટ જાય છે ત્યારે વર્ષ ૨૦૨૨ના અંતમાં રીલીઝ થનારી રોહિત શેટ્ટીની ફિલ્મ ફ્લોપ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. રણવીર સિંહ, પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ, વરુણ શર્મા અને અન્ય ઘણા કલાકારોની વિશાળ સ્ટારકાસ્ટ સાથે મોટા બજેટની ફિલ્મ કર્યા પછી પણ, તેને દર્શકો તરફથી અગાઉની ફિલ્મો જેવો પ્રતિસાદ મળી રહ્યો નથી.

ઉપરોક્ત ફિલ્મો, એક્ટર, એક્ટ્રેસમાં આ વર્ષ કઈ ખાસ રહ્યું ન હતું. પરંતુ આવનારા વર્ષમાં કેટલું ધમાકેદાર રહેશે તે જોવાનું રહ્યું. આવતા વર્ષોમાં ક્યાં સ્ટારની કિસ્મત ચમકશે અને ક્યાં નવા ચહેરાઓ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.