ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી દિવાળીના દિવસોમાં કાલથી તા.૧૮ દરમ્યાન સુરત અને અમદાવાદ ખાતેથી પુર્વ ગુજરાત તરફ, સૌરાષ્ટ્રના રત્ન કલાકારો સહિતના પ્રવાસીઓ માટે એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવા નિગમે નિર્ણય કરેલ છે. રાજકોટ ડીવીઝન પ૦થી વધુ બસો દોડાવશે.
એસ.ટી. નિગમના અમદાવાદ વિભાગ દ્વારા પણ ૩૦૦ જેટલા વધારાના વાહનોથી ખાસ કરીને પુર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ માટે દરરોજ એકસ્ટ્રા સંચાલન હાથ ધરવા આયોજન કરેલ છે.
એકસ્ટ્રા સંચાલનમાં મુસાફરો પાસેથી ૧.૬પ ટકા જેટલુ ભાડુ લેવામાં આવતુ હતુ. તેમાં સરકારશ્રી દ્વારા ૪૦ ટકા રાહત આપી ૧.રપ ટકા જેટલુ ભાડુ લેવામાં આવતુ હતુ. તેમાં સરકારશ્રી દ્વારા ૪૦ ટકા રાહત આપી ૧.રપ ટકાના ધોરણે બસના એકસ્ટ્રા સંચાલનમાં મુસાફરો પાસેથી ભાડુ લેવાનો નિર્ણય કરેલ છે. જેનાથી મુસાફરોને લાભ થશે.
એકસ્ટ્રા બસોના સંચાલન માટે ઓનલાઇન બુકીંગ થઇ શકે છે. આ સમયગાળા દરમ્યાન દરરોજ ૧૦ થી ૧ર જેટલી બસો અમદાવાદ, કૃષ્ણનગર, બાપુનગરથી સૌરાષ્ટ્ર તરફ સંચાલિત કરવાનો નિર્ણય થયેલ છે.
ઉપર મુજબ એસ.ટી. નિગમ દ્વારા હાથ ધરાનાર એકસ્ટ્રા સંચાલનનો મુસાફરોઓએ ખાસ લાભ લેવા વિનંતી કરાઇ છે.રાજકોટ ડીવીઝન દ્વારા રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર-જામનગરથી પણ સુરત-દાહોદ-ગોધરા-અમદાવાદ-વડોદરા અને અન્ય તમામ ફરવા લાયક સ્થળો માટે પ૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતુ.