ગુગલના માધ્યમોનો રાજકીય જાહેર ખબરો માટે ફાયદો ઉઠાવવામાં ભાજપ અગ્રેસર, જયારે કોંગ્રેસ સૌથી પાછળ
ઝડપભેર વિકસી રહેલા ભારત દેશમાં સ્માર્ટ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેકશનોની સંખ્યા પણ અતિઝડપથી વધી રહી છે. જેથી, છેલ્લા થોડા વર્ષોથી દેશમાં સોશ્યલ મીડીયા એક સક્ષમ સમુહ માધ્યમ તરીકે ઉપસી આવ્યું છે. સોશ્યલ મીડિયા દ્વારા ખૂબજ ઓછા સમયમાં કરોડો લોકો સુધી પોતાના સંદેશો પહોચાડી શકાતો હોય રાજકીય પક્ષો માટે પોતાનો ચૂંટણી પ્રચાર કરવા માટે હવે સોશ્યલ મીડિયા પ્રથમ પસંદગી સમાન બની ગયું છે. જેથી, ચૂંટણી પંચે આ ચૂંટણીમાં સોશ્યલ મીડીયા પર થતી રાજકીય જાહેર ખબરો માટે નવા નિયમો બનાવીને તેના પર વોચ રાખવાનું શરૂ કર્યું છે. જેને અનુસરીને ગુગલે પણ તેના માધ્યમો પર અપાતી રાજકીય જાહેરાતો અંગેની વિગતો ઓનલાઈન આપવાની શ‚આત કરી દીધી છે.
ગુગલ ઈન્ડીયા નેનો ટ્રાન્સપરન્સી રિપોર્ટ તાજેતરમાં જાહેર કર્યો હતો. જેમાં જાહેર કરાયું છે કે ચૂંટણી જાહેર થતા સુધીમાં વિવિધ રાજકીય પક્ષોએ ગુગલના વિવિધ માધ્યમો પર ૧૦ કરોડ રૂ.થી વધુની જાહેરાતો આપી છે. ૧૯ ફેબ્રુઆરીની ૩ એપ્રીલ વચ્ચેના આ સમયગાળામાં ગુગલના વિવિધ માધ્યમો પર રાજકીય જાહેરાતો આપવામાં ભાજપક આગળ રહ્યું છે. ભાજપે ૫૫૪ જાહેર ખબરો પાછળ રૂ.૧.૨૧ કરોડ રૂ.નો ખર્ચ કર્યો છે. જયારે, વાયએસ જગમોહન રેડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે ૧૦૭ જાહેરખબરો પાછળ ૧.૪૧ કરોડ રૂ.નો ખર્ચ કરી છે. આંધબપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુની તેલુગુદેશમ પાર્ટીએ આ સમયગાળા દરમ્યાન ૧.૪૮ કરોડ રૂ.ની જાહેરખબરો બે ક્ધસલ્ટીંગ કંપનીઓ મારફતે આપી છે.
જયારે, આશ્ર્ચર્યજનક રીતે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ગુગલના માધ્યમો પર આ સમયગાળા દરમ્યાન ૧૪ જાહેરખબરો આપીને માત્ર રૂ.૫૪,૧૦૦નો ખર્ચ જ કર્યો છે ગુગલ માત્ર જાહેરાતોને રાજકીય જાહેરાતો ગણે છે. જેમાં રાજકીય પક્ષ રાજકીય ઉમેદવાર, અથવા લોકસભાના સાંસદની કામગીરી અંગેની વિગતો આપવામાં આવી હોય અથવા રાજકીય પાર્ટી, રાજકીય ઉમેદવાર કે લોકસભાના સાંસદ દ્વારા તેનો પ્રચાર કરવામાં આવતો હોય ગુગલની આવી રાજકીય જાહેરાતોમાં બીન રાજકીય સંસ્થાઓ અથવા રાજકીય પક્ષો, લોકસભાના ચૂંટણી પ્રચારકાર્ય સહિતના સમાચાર સંસ્થાઓએ કવરેજ કરેલા અને ગુગલનાં માધ્યમોમાં મુકાયેલા કાર્યક્રમોની તેમાં ગણતરી કરવામાં આવતી નથી.
આ અહેવાલ મુજબ આ સમયગાળા દરમ્યાન આંધપ્રદેશમાંથી રૂ.૧.૭૩ કરોડ, તેલંગાણામાંથી રૂ.૭૨ લાખ, ઉત્તર પ્રદેશમાંથી રૂ.૧૮ લાખ અને મહારાષ્ટ્રમાંથી રૂ.૧૭ લાખની ચૂંટણી જાહેરાતો આપવામાં આવી હતી આવી જાહેરાતોને ગુગલના માધ્યમો પર મુકત પડેલા ચૂંટણી પંચ દ્વારા અપાતા પ્રિ.સર્ટીફીકેટની ચકાસણી કરવામાં આવે છે. આગામી ચૂંટણીમાં ૮૫ કરોડ ભારતીયો મતદાન કરે તેવી ધારણા છે ત્યારે અમોઆ ચૂંટણીમાં લોકશાહીને દેશ અને દુનિયામાં પ્રબળ બનાવે તેવો જાહેરખબરોને પ્રાધાન્ય આપી રહ્યા છીએ તેમ ગુગલ ઈન્ડીયાના પબ્લીક પોલીસીના ડીરેકટર ચેતન ક્રિશ્નાસ્વામીએ તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતુ.
ચૂંટણીલક્ષી કોંગ્રેસની ૬ જાહેરાતોને ચૂંટણીપંચે રદ કરી!
મધ્યપ્રદેશમાં લોકસભાના ચૂંટણી પ્રચાર માટે રજૂ કરેલા છ પ્રચાર વિડિયો ચૂંટણી પંચે મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીદો છે. આ પ્રચાર વિડિયોમાં રાફેલ સોદાને લગતી એક પંકિત હોય આ વિવાદ હાલ ન્યાયાધીશ હોય ચૂંટણી પંચે તેને મંજૂરી નકારી છે. જે સામે કોંગ્રેસે ચૂંટણી પંચ મોદી સરકારના દબાણ હેઠળ આ પ્રચાર વિડિયોને મંજૂરી નહી આપી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા સેલના વડા શોભા ઓમીએ ચૂંટણી પંચની તટસ્તતા પર પ્રશ્નાર્થ કરીને આક્ષેપ કરતા જણાવ્યુંં હતુ કે અમારી ચૂંટણી પ્રચાર જાહેરાતોમાંથી છ અલગ અલગ ધોરણે ચૂંટણી પંચ દ્વારા કોઈને કોઈ મુદાને ઉઠાવીને નામંજૂર કરવામાં આવી છે. જે તેની સ્વાયત્તા પર સવાલ ઉભો કરે તેવી બાબત છે. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતુ કે રાફેલ સોદાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોય તેના પર પ્રચાર વિડિયોને મંજૂરી આપવી ન્યાયતંત્રમાં દખલગીરી સમાન ગણાશે.
જયારે એક જાહેરાતમાં એક સક્ષમ વ્યકિતને લાચાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. જયારે એક જાહેરાતમાં ત્રિરંગી ઈન્જેકશન સીરીઝ બતાવવામાં આવી છે. જેની કોંગ્રેસની આ જાહેરાતોને મંજૂરી આપવામાં આવી નથી ચૂંટણી પંચના આ વાંધા સામે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે પંચની મુલાકાત લઈને આવેદન પત્ર પાઠવીને આ જાહેરાતોને મંજૂરી આપવા માંગ કરી હતી.