શહેરી વિસ્તારમાં નવા ૧૦.૨૮ લાખ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનશે: કેન્દ્રની મંજુરી

વડાપ્રધાન મોદીએ લોકોને ઘરનાં ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા અને તેઓને છત આપવા માટે અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓને અમલી બનાવી રહ્યું છે ત્યારે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા ૧૦.૨૮ લાખ મકાનો શહેરી વિસ્તારમાં બનાવવા માટે સરકારે મંજુરી પણ આપી છે. સરકારનો લક્ષ્યાંક છે કે, ચાલુ વર્ષના અંતમાં નવા ૬૦ લાખ મકાનો તૈયાર કરવામાં આવે અને અન્ય ૮૦ લાખ મકાનોનું નિર્માણ પણ શરૂ કરાય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાલ અત્યાર સુધી ૧.૦૬ કરોડ મકાનો લોકોને ફાળવી દેવામાં આવ્યા છે. વધુ મકાનો બનાવવા માટેનો નિર્ણય સેન્ટ્રલ સેન્કસનીંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ મીટીંગમાં ૧૯ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પ્રતિનિધિએ ભાગ લીધો હતો. હાઉસીંગ તથા અર્બન અફેર મિનિસ્ટર દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના અંતમાં નવા ૬૦ લાખ મકાનો લોકોને ફાળવી દેવામાં આવશે અને અન્ય ૮૦ લાખ મકાનોનું નિર્માણ પણ શરૂ કરાશે.

દુર્ગાશંકર મિશ્રાનાં જણાવ્યા અનુસાર હાલ ભારતમાં અત્યાર સુધી ૬૭ લાખ મકાનો ક્ધટ્રકશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે જયારે અન્ય ૩૫ લાખ મકાનોનું નિર્માણ પુરુ કરવામાં આવ્યું છે. બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૧૨ કરોડ મકાનોની સામે ૧.૦૬ કરોડ મકાનોને મંજુરી આપવામાં આવી છે. મીટીંગમાં ૧૫૮૯ જેટલા પ્રપોઝર રાજયો દ્વારા આપવામાં આવ્યા હતા જેમાં ૧૦.૨૮ લાખ મકાનોને પુરા કરવા માટેની મંજુરી પણ આપવામાં આવી હતી. આ તમામ મકાનો જે નિર્માણ થવા પામશે તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરીયાતમંદ લોકોને યોગ્ય રીતે અને મકાનમાંથી મળતા લાભો મળી રહે તે માટે બનાવવામાં આવશે. બેઠકમાં એ વાતનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ જમીન અને ઈન્ટરસીટી માઈગ્રેશનનાં કારણે મકાન નિર્માણનાં પ્રોજેકટોને રીવાઈઝડ કરવામાં આવે.

યુનિયન હાઉસીંગ એન્ડ અર્બન અફેર મિનિસ્ટ્રી દ્વારા એ વાતનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જોગવાઈ પણ કરાઈ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ શહેરી વિસ્તાર માટે ૬.૩૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે જેમાંથી કેન્દ્ર દ્વારા અપાતી સહાય ૧.૬૭ લાખ કરોડ રૂપિયા નિર્ધારીત કરવામાં આવી છે જેમાંથી ૭૨,૬૪૬ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, હાલનાં સમયમાં લોકોને ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે વિવિધ યોજનાઓને ત્વરીત અમલી બનાવવામાં આવે છે અને લાભાર્થીઓને લાભાન્વિત પણ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.