૨૭મીએ પ્રબુધ્ધ નાગરિક સંમેલન તા ૨૮મીથી જનસંપર્કનો પ્રારંભ થશે
૨૬મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સુશાસનના ૪ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ૪ વર્ષોમાં દેશ નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે. વૈશ્વિક ફલક પર ભારતનું પ્રભુત્વ વધ્યુ છે. વિકાસ અને ગરીબ કલ્યાણની યોજનાઓ થકી ભારત દેશ આગળ વધી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના દિશા-નિર્દેશ થકી સમગ્ર દેશભરમાં ૪ વર્ષના સુશાસનની ઉજવણી નાર છે. સમગ્ર ગુજરાતમાં તારીખ ૨૭મી મે થી ૧૧મી જૂન સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે પ્રબુધ્ધ નાગરિક સંમેલન, જનસંપર્ક, ઘર ચલો અભિયાન, લાર્ભાી સંમેલન, પત્રકાર વાર્તા જેવા કાર્યક્રમો સ્વરૂપે ઉજવણી હાથ ધરાશે. તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
વાઘાણીએ કોંગ્રેસને આડે થહા લેતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના વિપક્ષના નેતા ગૌમાતા સંદર્ભે તેમજ ઘાસચારા સંદર્ભે માથા-મેળ વગરની વાહિયાત વાતો માત્રને માત્ર હલ્કી પ્રસિધ્ધિ મેળવવા માટે કરી રહ્યા છે. તેમના આવા પાયા વગરના આક્ષેપોને ભાજપા વખોડે છે. બનાસકાંઠામાં ગૌશાળા ચલાવતી સામાજીક સંસઓના પ્રશ્નોનો સુખદ્ ઉકેલ આવ્યો છે. તેમાં કોંગ્રેસના પેટમાં શા માટે તેલ રેડાય છે ?
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ફડીંગી સમાજના અમુક લોકો ફરીથી એકવાર જ્ઞાતિજાતિના ઝગડા કરાવવા, વેરઝેર ઉભા કરવા નીકળી રહ્યા છે તેનાથી સમાજે ચેતવાનું છે. એક સમુહના લોકોની નહી પણ આ કોંગ્રેસની જ મહાપંચાયત છે એમ જણાવતા વાઘાણીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના સહયોગી તાગડધીન્ના કરતા લોકો સમાજ સમક્ષ ખુલ્લા પડ્યા છે. પ૦-૬૦ વર્ષી કાર્યરત પાટીદાર સમાજની સામાજીક સંસઓને ભાંડનાર આવા મુઠ્ઠીભર લોકોને સમાજ ક્યારેય માફ નહી કરે. વિવિધ સામાજીક કાર્યો જેવા કે, આરોગ્ય સેવા, શિક્ષણ, સામાજીક આંદોલનો જેવા કે બેટી બચાવો અભિયાન, જળ અભિયાન વગેરેમાં સહભાગી બનતી સામાજીક સંસઓને આવા મુઠ્ઠીભર લોકો કોંગ્રેસના ઇશારે ભાંડે તે સમાજના લોકો જોઇ રહ્યા છે.
કોંગ્રેસના ઇશારે એક વર્ગને અનામત અપાવવાના આંદોલન માટે કાર્યરત યેલ મુઠ્ઠીભર લોકો અને તેમા જોડાયેલ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, કપીલ સીબ્બલજી ગુજરાતની જનતાને જવાબ આપે કે અનામત એસસી, એસટી કે ઓબીસીમાંથી કોની અનામત ઓછી કરીને પાટીદાર સમાજને અનામત અપાવવા માંગો છો ? કોંગ્રેસની જ્ઞાતિજાતિ વચ્ચે ભાગલા પડાવી વેરઝેર ઉભા કરવાની અને વોટબેન્કની રાજનીતિ સમાજ સમક્ષ ખુલ્લી પડી છે. ભાજપાએ બીન અનામત સમાજો માટે યુવા સ્વાવલંબન યોજના, બીન અનામત આયોગ અને નિગમની રચના કરી છે અને હજારો લાર્ભાીઓને તેના લાભ મળી રહ્યા છે. પાટીદાર સમાજને કેવી રીતે અનામત આપશો તે આ મહાપંચાયતના કાર્યક્રમમાં કોંગ્રેસ જાહેર કરે તેવી માંગણી વાઘાણીએ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com