જામકંડોરણા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જશુમતીબેન કોરાટ, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

જીલ્લા ભાજપની કારોબારી બેઠક જીલ્લાના જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં જીલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તથા જશુમતીબેન કોરાટ, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, મહામંત્રી ભાનુભાઈ મેતા, ડો.ભરતભાઈ બોધરા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પ્રવિણભાઈ માંકડિયા, ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં બે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારની સરાહનીય કામગીરીનો અભિનંદન પ્રસ્તાવ અને આગામી વિધાનસભાની ૧૫૦થી વધુ સીટો જીતવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જીલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયાએ કેન્દ્રની રાષ્ટ્રીય કારોબારીની ભુવનેશ્ર્વર ખાતે મળેલ બેઠક અને પ્રદેશ ભાજપ કારોબારીની સોમનાથ ખાતે મળેલ બેઠકની વિગતો આપીને વિસ્તારકોની નિમણુક કામગીરી તથા બુથ કક્ષાએ કરવાની થતી કામગીરીની જાણકારી આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણે દરેક બુથના વિસ્તારકો સાથે રહીને બેઠક લઈને કેન્દ્ર, રાજય સરકારની સિદ્ધિ દર્શાવીને છેવાડાના માનવી યોજનાઓનો લાભ મેળવે તે માટે કામગીરી કરાવાની છે.

કાર્યક્રમના પ્રારંભમાં સાંસદ તથા રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, ભાજપ વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી છે. તાજેતરની પાંચ રાજયોની ચુંટણીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી મેળવી છે. પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, અત્યારે દેશ અને પક્ષનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આ દેશની સાંસ્કૃતિક ધરોહર એવા જન સંઘ અને ભારતીય જનતા પાર્ટીથી શ‚ થયેલ આ યાત્રા દેશના પુર્વોતર રાજયો સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં આગળ વધી રહેલ છે.

કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટએ મુકયો હતો અને આ તકે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના સપુત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારના ૩ વર્ષના કાર્યકાળમાં લોકહિત અને દેશહિતના નિર્ણયોથી દેશની જનતામાં વિકાસ પ્રત્યેનો વિશ્ર્વાસ અને પ્રગતિની સાચા અર્થમાં પ્રતિતી થઈ છે.

કારોબારીમાં જીલ્લા ભાજપ મહામંત્રી ડો.ભરતભાઈ બોધરાએ સરકારે કરેલા વિકાસકાર્યો અને વિકાસલક્ષી સુશાસન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની રાજય સરકાર દ્વારા સામાજિક વિકાસના નવા કીર્તીમાનો સાથેના સુશાસન બદલ રાજય અને કેન્દ્રની બંને સરકારોને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ મુકયો હતો. જેને ધારાસભ્ય પ્રવિણભાઈ માંકડિયાએ ટેકો આપ્યો હતો, સૌ કાર્યકર્તાઓએ તેમનું સમર્થન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.