- ડાયાબિટીસના દર્દીઓને થશે રાહત: સેલ શરીરમાં જ કરી શકાશે ઉત્પન્ન, હવે બાહ્ય ઇન્સ્યુલીન લેવાની જરૂર નહિ
- હવે ડાયાબિટીસ નાથવાનો રસ્તો થયો મોકળો
ડાયાબિટીસ આજે સમગ્ર વિશ્વ માટે એક સમસ્યા બની ગઈ છે. જેનું ચોક્કસ નિદાન લાવવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ચીનના વૈજ્ઞાનિકોએ આ મામલે એક મોટી સફળતા હાંસલ કરી છે. ચીનના વૈજ્ઞાનિકોએ સેલ થેરાપીનો ઉપયોગ કરીને દર્દીના ટાઇપ 1 ડાયાબિટીસને સંપૂર્ણ રીતે મટાડ્યો છે. આ સારવાર શાંઘાઈ ચાંગઝેંગ હોસ્પિટલ, સેન્ટર ફોર એક્સેલન્સ ઇન મોલેક્યુલર સેલ સાયન્સ, ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ અને રેન્ઝી હોસ્પિટલની ટીમ દ્વારા વિકસાવવામાં આવી હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, 25 વર્ષિય ચાઇનીઝ મહીલા દર્દીનું જુલાઈ 2021માં સેલ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. જે બાદ આ પ્રયાસમાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.
ભારતમાં બે વર્ષ પહેલા 74 મિલિયન ટાઇપ -1 ડાયાબિટીસના દર્દીઓની પુષ્ટિ થઇ હતી, જે 20-79 વર્ષની વય જૂથની વસ્તીનો લગભગ દસમો ભાગ છે. તાજેતરના અભ્યાસમાં, મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અંદાજે 25 મિલિયન ભારતીયોને પ્રી-ડાયાબિટીસ હોવાનું જણાવ્યુ હતુ. અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન મુજબ વિશ્વમાં ડાયાબિટીસ ધરાવતી છમાંથી એક વ્યક્તિ ભારતનો છે. જેના કારણે આ સંશોધનથી ભારતને ઘણો ફાયદો થશે. તેમજ ટુંક સમયમાં ડાયાબીટીસના દર્દીઓને આ રોગથી રાહત મળશે.
યીન, મુખ્ય સંશોધકોમાંના એકે જણાવ્યું હતું કે અગિયાર અઠવાડિયામાં દર્દીને હવે બાહ્ય ઇન્સ્યુલિનની જરૂર નથી. એક વર્ષની અંદર, તેણે તેની દવાઓ લેવાનું ઓછું કર્યું અને પછી તેને સંપૂર્ણપણે બંધ કરી દીધું. “અનુવર્તી પરીક્ષણો દર્શાવે છે કે દર્દીના સ્વાદુપિંડના આઇલેટ ઇન્ર્વેશનને અસરકારક રીતે પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું,” દર્દી હવે 33 મહિનાથી ઇન્સ્યુલિન વગરનો છે. આ સફળતા ડાયાબિટીસ માટે સેલ થેરાપીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.