લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી સવર્ણ મતો અંકે કરવા મોદી સરકાર સોગઠી મારશે
મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવા માટે સંકળાયેલા તમામ સંવેધાનીક નિયમોને ધ્યાનમાં રાખી નવેમ્બર સુધીમાં તેમની અનામતનો પ્રશ્ન ઉકેલવામાં આવશે તેવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે કહ્યું છે. મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ કલાસ કમીશન (એમએસબીસીસી) દ્વારા બોમ્બે હાઈકોર્ટેને આગામી ૭ ઓગષ્ટના રોજ રિપોર્ટ આપશે તેવું જાણવા મળે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં વિવિધ સમુદાય અનામતની માંગણી કરી રહ્યાં છે. ગુજરાતના પાટીદાર સમાજ તેમજ મહારાષ્ટ્રના મરાઠા સમાજે પણ અનામત માંગી છે. અનામત આંદોલનોએ હિંસકપ ધારણ કર્યા છે. બાદ સરકાર સવર્ણોને રાજી રાખવા તૈયાર થઈ છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી મોદી સરકાર સવર્ણ મત અંકે કરવા અનામત આપશે તેવું માનવામાં આવે છે.
ગઈકાલે ફડણવીસે મરાઠા સમાજને અપીલ કરી હતી કે, અફવાના પગલે હિંસા ન ફેલાવવામાં આવે ટૂંક સમયમાં સરકાર અનામત માટે કાયદો લઈ આવશે. ૨૩ જુલાઈથી ચાલુ યેલા આંદોલને અનેક લોકોને નુકશાન પહોંચાડયું છે. યુવાનનું મોત થયું છે. આંદોલન અગાઉ શાંતિપૂર્ણ રસ્તે થવાનું હતું જો કે અફવાના પગલે આ શાંતિ હણાઈ હતી.
ગુજરાતમાં રાજય સરકારે આર્થિક પછાત સવર્ણોને અનામતનો લાભ આપવા ભંડોળની ફાળવણી કરી હતી. આ રસ્તે અન્ય રાજયો પણ ચાલી રહ્યાં છે. કેન્દ્ર સરકાર પણ આ પ્રકારની કોઈ યોજના લઈ આવી શકે છે. હાલ તો સરકારે આ અનામત આંદોલનને ખાળવા પ્રયાસ કર્યા છે.