પોલીસ કમિશનર તથા સ્ટાફનું સન્માન: ફ્રેન્ડસ કલબના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ફ્રેન્ડઝ કલબ- રાજકોટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘અખીયન સંગ અખીયા લાગી’નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સાથે રાજકોટનું રક્ષણ કરવા કટિબઘ્ધ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ બ્રાંચ પી.આઈ હિતેશભાઈ ગઢવી, રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, ગજેન્દ્રસિંહ રાઠોડ તથા રાજકોટના નામાંકિત એડવોકેટ તથા લો કમિશન ઓફ ઈન્ડિયાના મેમ્બર અભયભાઈ ભારદ્વાજનું સન્માન સમારંભ યોજેલ છે. આ કાર્યક્રમમાં કેવલ રાઠોડ પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મ્યુઝીક ગોલ્ડ દ્વારા ગીતોના કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે ફ્રેન્ડઝ કલબ, રાજકોટના ચેરમેન કિરણબેન માકડીયા, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પ્રમુખ સંદિપભાઈ પારેખ, ઉપપ્રમુખ ચેતનભાઈ એરવાડીયા તથા હર્ષદભાઈ ‚પારેલીયા, મંત્રી વિપુલભાઈ રાઠોડ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, અધ્યક્ષ મનિષભાઈ ગોસાઈ, ઉપાધ્યક્ષ ડો.કેતન ત્રાંબડીયા, સહમંત્રી સમીરભાઈ જાવીયા, સંદિપભાઈ વાડોદરીયા તથા સમીરભાઈ પટેલ, મહિલા પ્રમુખ દક્ષાબેન વસાણી, મહિલા ઉપપ્રમુખ લીનાબેન વખારીયા તથા હિનાબેન પોપટ, મહિલા મંત્રી મનિષા ટાંક, મહિલા કમિટીના રેખાબેન ચૌહાણ, દિપાબેન, ખુશાલીબેન ત્રિવેદી તથા કાશ્મિરાબેન રાઠોડ તેમજ કમીટી મેમ્બર્સ, એચ.ડી.પટેલ, રસિકભાઈ હિરાણી, નિલેશભાઈ પટેલ, રસીકભાઈ ચોવટીયા, કનુભાઈ રાઘવાણી, નિતિનભાઈ રતનધારીયા તથા સુરેશભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.